- વિવાદિત નિત્યાનંદ આશ્રમના કેસ બાદ શાળા બંધ કરાઇ હતી
- હાઇકોર્ટના આદેશ બાદ ધોરણ 1થી 8ના નવેસરથી વર્ગ શરૂ થશે
- શિક્ષણ વિભાગે સ્કૂલ સામે કરેલો એક લાખ રૂપિયાનો દંડ પણ હાઇકોર્ટે રદ્દ કર્યો
અમદાવાદ:હાથીજણ વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિ સ્કુલ (Delhi Public School) નિત્યાનંદ સ્વામીના આશ્રમના કારણે કેટલા સમયથી વિવાદમાં ઘેરાયેલી હતી. વિવાદ બાદ સ્કૂલની માન્યતા શિક્ષણ વિભાગ (Department of Education) દ્વારા રદ્દ કરવામાં આવી હતી. આ સામે DPS સંચાલકોએ નવેસરથી સ્કૂલ શરૂ કરવા શિક્ષણ વિભાગમાં અરજી કરી હતી જેને ફગાવી દેવાતા સંચાલકોએહાઈકોર્ટમાં અરજી કરવાની ફરજ પડી હતી. હવે હાઇકોર્ટના આદેશ બાદ ધોરણ 1થી 8ના નવેસરથી વર્ગ શરૂ થઈ શકશે.
કોર્ટે શું નોંધ્યુ?
હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાતા કોર્ટે નોંધ્યું હતું કે, ધોરણ 1થી 8ના વર્ગો શરૂ કરવા હાથ ધરાયેલી પ્રક્રિયા કાયદા પ્રમાણે જ કરવામાં આવી છે. તેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને (Primary Education Officer) બે સપ્તાહમાં પરવાનગી બાબતે કાર્યવાહી કરવા હાઇકોર્ટે હુકમ કર્યો હતો. આ સાથે અગાઉ શિક્ષણ વિભાગે સ્કૂલ સામે કરેલો એક લાખ રૂપિયાનો દંડ પણ હાઇકોર્ટે રદ કર્યો હતો.