- પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને રેકોર્ડ દૂધ પરિવહનની ટ્રેનો ચલાવી
- આ વર્ષે 10.06 કરોડ લીટર દૂધનું પરિવહન
- ગત વર્ષ કરતા દૂધ લોડિંગમાં 5 કરોડની વધુ આવક
- ગત વર્ષે 7.47 કરોડ લીટર દૂધ લોડ કરવામાં આવ્યું હતું
પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝને 10.06 કરોડ લીટર દૂધનું ટ્રાન્સપોર્ટેશન કરી રેકોર્ડ બનાવ્યો છે. આ અંગે ડિવિઝનલ રેલવે મેનેજર દિપક કુમાર ઝાએ માહિતી આપી હતી કે, પાલનપુરથી હિન્દ ટર્મિનલ (પલવલ) સુધી ભારતીય રેલવે દ્વારા સૌથી વધુ 132 દૂધ સ્પેશિયલ ટ્રેનો અવિરત ચાલુ રાખવામાં આવી છે. મંડલે ગયા વર્ષ 2019-20માં 110 રેક ચલાવીને 7.47 કરોડ લિટર દૂધ લોડ કર્યું હતું. જેમાં વધારો કરતા વર્ષ 2020-21માં અત્યાર સુધીમાં 132 રેક ચલાવીને 10 કરોડ લીટરથી વધુ દૂધ પૂરુ પાડવામાં આવ્યું છે. જે સંપૂર્ણ ભારતીય રેલવેમાં એક રેકોર્ડ છે.
દૂધ ટ્રાન્સપોર્ટેશનથી આ વર્ષે 17.44 કરોડની આવક