ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ જિલ્લા કલેકટરે સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને સન્માન કર્યું

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે, ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઇને દેશને આઝાદી અપાવનાર વીર સપૂતોનું સન્માન કરવું તે આપણી ભારતીય પરંપરા છે. આપણો દેશ 75માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે, એ સ્વતંત્રતા મેળવવા માટે અનેક ક્રાંતિકારીઓ, નામી-અનામી શહીદોએ બ્રિટિશરો સામે અવિરત સંઘર્ષ કરીને જેલવાસ ભોગવીને આપણને આ મહામૂલી આઝાદી અપાવી છે.

અમદાવાદ જિલ્લા કલેકટરે સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને સન્માન કર્યું
અમદાવાદ જિલ્લા કલેકટરે સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને સન્માન કર્યું

By

Published : Aug 14, 2021, 6:15 PM IST

  • અમદાવાદ જિલ્લા કલેકટરે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કર્યું
  • લક્ષ્મણભાઈ ચૌહાણ અને ઈશ્વરલાલ દવેનું થયું સન્માન
  • નાદુરસ્ત તબિયતને કારણે ઘેર જઈ કર્યું સન્માન

    અમદાવાદ- નરોડા સંજયનગરના રહેવાસી 98 વર્ષીય લક્ષ્મણભાઈ ચૌહાણ અને ઉસ્માનપુરાના ઈશ્વરલાલ દવે સ્વાતંત્ર્ય સેનાની તરીકે સન્માનીય વ્યક્તિઓમાં સ્થાન ધરાવે છે. તેમની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ જિલ્લા કક્ષાના ધ્વજ વંદનસ્થળે ઉપસ્થિત રહી શકે તેમ ન હોવાથી જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ તેમના ઘેર જઈને તેમનું સૂતરની આંટી પહેરાવીને, શાલ ઓઢાડીને અને પ્રતીકાત્મક ચિહ્નરૂપે ચરખાની પ્રતિકૃતિ આપીને સન્માન કર્યું હતું.
સ્વાતંત્ર્ય સેનાનીઓને કારણે જ આપણે આજે આ આઝાદીનો દિવસ ઉજવી રહ્યાં છીએ



સન્માન કરવું એ આપણી ગૌરવવંતી પરંપરા

અમદાવાદ શહેરમાં રહેતા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરતાં જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, ‘દરેક રાષ્ટ્રીય પર્વમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને હાજર રાખીને સ્ટેજ પર તેમનું સન્માન કરવાની આપણી ગૌરવવંતી પરંપરા છે. પરંતુ ઘણીવાર શારીરિક અશકતતા અને મોટી ઉંમરના કારણે તેઓ કાર્યક્રમ સ્થળ સુધી આવી શકતાં નથી, તેથી આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના પાવન પર્વે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર વિચારના ભાગરૂપે આવા સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘેર જઈને તેઓને સન્માનિત કરવાનો અવસર સાંપડ્યો છે.’

સેનાનીઓને કારણે જ આપણે આઝાદીનો દિવસ જોઈ રહ્યાં છીએ

ભારતની આઝાદીની લડતમાં પોતાની વીરતા બતાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને કારણે જ આપણે આજે આ આઝાદીનો દિવસ ઉજવી રહ્યાં છીએ તેમ જણાવતા જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે સ્વતંત્રતાની લડતમાં જેલવાસ ભોગવનાર અને પરિવારથી દૂર રહેનાર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરતાં હું આભાર અને ધન્યતાની લાગણી અનુભવું છુ. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર પરિમલભાઇ પંડયા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો હાજર રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details