ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં કોર્પોરેશન તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજવા જિલ્લા તંત્ર તૈયાર - news of ahmedabad

રાજ્ય ચૂંટણી પંચે આગામી 21 ફેબ્રુઆરીએ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તથા 28 ફેબ્રુઆરીએ અમદાવાદ જિલ્લામાં ચૂંટણીની જાહેરાત કરતા અમદાવાદ જિલ્લા વહિવટીતંત્ર હરકતમાં આવી ગયું છે. જિલ્લામાં નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ તાકીદની બેઠક બોલાવી હતી.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Jan 26, 2021, 10:34 PM IST

  • અમદાવાદ કલેકટર કચેરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને બેઠક
  • જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઇ નોડલ ઓફિસરોની બેઠક
  • ચૂંટણીઓને લઈને તંત્ર તૈયાર
  • કોરોનાકાળમાં વધુ સાવચેતીની જરૂર
    અમદાવાદ

અમદાવાદ: વિવિધ વિભાગના નોડલ ઓફિસરો તથા ROની યોજાયેલી આ બેઠકમાં ચૂંટણી અંગે માર્ગદર્શન આપતાં કલેક્ટરે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે જિલ્લાના અધિકારીઓએ વધારે સાવચેતી રાખવી પડશે.

ચૂંટણીઓને લઈને પોલીસતંત્ર સજાગ

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવશે. જેમાં ઇ.વી.એમ. મશીનો લાવવાથી શરૂ કરીને મતદાન થયા બાદ આ મશીનો સલામત સ્થળે ખસેડાય અને પરિણામ જાહેર થાય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર સજાગ છે.

ઉમેદવારે સંપૂર્ણ વિગત સાથે કરવાનું રહેશે સોગંદનામું

ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે ખાસ જોવાની તકીદ કરતાં કલેક્ટરે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા બાબતનું સોગંદનામુ ચૂંટણી અધિકારી સમક્ષ રજુ થાય તે ખાસ જોવાનું રહેશે.

મતદાનનો સમય

આ ચૂંટણીમાં મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે. આ બેઠકમાં નિવાસી કલેક્ટર તથા ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details