અમદાવાદના સરખેજ જૂહાપુરામાં પોલીસને સાથે રાખીને AMC દ્વારા ડીમોલેશન - Sarkhej juhapura Encroachment
અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ ફરી એકવાર વધારાના દબાણ દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલો સાથે રાખીને ડીમોલેશન શરુ કરવામાં આવ્યું છે.

અમદાવાદ: સરખેજ જૂહાપુરામાં પોલીસને સાથે રાખીને AMC દ્વારા ડીમોલેશન શરુ
અમદાવાદ: શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈને અગાઉ ડીમોલેશન અને ડ્રાઈવ યોજવામાં આવી રહી હતી. પરંતુ વચ્ચેના સમયગાળામાં કોરોના વાઇરસના કારણે તમામ કાર્યવાહી બંધ રાખવામાં હતી ત્યારે હવે ફરીથી કોર્પોરેશન અને પોલીસ દ્વારા સાથે મળીને ડીમોલેશન શરુ કરવામાં આવ્યું છે. સરખેજ અને જૂહાપુરા સહિતના વિસ્તારોમાં સવારથી ડીમોલેશન શરુ કરવામાં આવ્યું છે.
અમદાવાદના સરખેજ જૂહાપુરામાં પોલીસને સાથે રાખીને AMC દ્વારા ડીમોલેશન