ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ : હાથરસ સામુહિક દુષ્કર્મ કેસમાં નરાધમને ફાંસીની સજા થાય તેવી માગ, જાણો શું કહે છે યુવાધન? - special story

હાથરસની બનેલી ઘટના બાદ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. પરીવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે, તો બીજી તરફ ઘટનાને લઇને વિરોધ પ્રદર્શન અને રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે ETV BHARAT સાથે વાત કરતા યુવા વર્ગ હાથરસ સામુહિક દુષ્કર્મ અંગે પોતોનો અભિપ્રાય આપ્યો હતો.

હાથરસ સામુહિક દુષ્કર્મ કેસ
હાથરસ સામુહિક દુષ્કર્મ કેસ

By

Published : Oct 3, 2020, 10:16 PM IST

અમદાવાદ : હાથરસમાં બનેલી ઘટના બાદ સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તમામ લોકોની માગણી છે કે, પીડિત પરિવારને ન્યાય મળે અને સરકાર નરાધમોને પકડીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

હાથરસ સામુહિક દુષ્કર્મ કેસમાં નરાધમને ફાંસીની સજા થાય તેવી માગ

ETV BHARAT દ્વારા અમદાવાદના યુવાવર્ગનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જેમાં તેમને જણાવ્યું હતું કે, સરકાર આ ઘટનામાં કોઈપણ જાતની પાછીપાની કરવી જોઈએ નહીં, નરાધમોને પકડીને ફાંસીએ ચઢાવી દેવી જોઈએ તેવી માગ કરી હતી. બીજી તરફ ઘટનાને પગલે દરેક કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેનો ચૂકાદો પણ તુરંત આપી દેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

ETV BHARAT સાથે વાત કરતા યુવા વર્ગ હાથરસ સામુહિક દુષ્કર્મ અંગે પોતોનો અભિપ્રાય આપ્યો

યુવતીઓને કરાટે સહિત અન્ય ટ્રેનિંગ આપવામાં આવે તેવી માગ પણ યુવાવર્ગ દ્વારા કરવામાં આવી છે. હાથરસની ઘટનામાં નરાધમોને પબ્લિકને સોંપી દેવામાં આવે જેને લઇ પબ્લિક જ તેનો ન્યાય કરે તેવી માંગ કરવામાં આવી છે. યુવતીઓના મતે ગુજરાતની વાત કરીએ તો હાલ તો ગુજરાત સલામત છે, સુરક્ષિત છે, પરંતુ આગામી દિવસોમાં ગુજરાતમાં આવી ઘટના ન બને તે માટે થઈ લોકોએ સાવચેત થવાની ખૂબ જરૂર છે. ત્યારે UP પોલીસ દ્વારા હાથરસની ઘટનામાં નરાધમોને વહેલી તકે ફાંસી આપવામાં આવે તેવી દેશભરમાં માગ ઉઠી છે.

ABOUT THE AUTHOR

...view details