ગુજરાત

gujarat

ETV Bharat / city

એક તરફી પ્રેમમાં પડેલા યુવાને કર્યું એવુ કામ કે સાયબર ક્રાઇમે કરી ધરપકડ

પ્રેમને પામવા માટે અનેક નુસખાઓ યુવક-યુવતીઓ અપનાવતા હોય છે. પરંતુ તે નુસખાઓ ક્યારેક ગુનામાં પરિણામે છે તેનો ખ્યાલ ન આવે તો જેલવાસ પણ ભોગવવો પડી શકે છે. આવા જ એક આરોપીની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી છે.

એક તરફી પ્રેમમાં પડેલા યુવાને કર્યું ન કરવાનું અને સાયબર ક્રાઇમે કરી ધરપકડ
એક તરફી પ્રેમમાં પડેલા યુવાને કર્યું ન કરવાનું અને સાયબર ક્રાઇમે કરી ધરપકડ

By

Published : Mar 28, 2021, 2:18 PM IST

  • સોશિયલ મીડિયામાં યુવતીના ફોટાનું ખોટો ઉપયોગ કરી ફેક ID બનાવ્યું
  • આરોપી, યુવતીના નામની અભદ્ર પોસ્ટ મુકતા ફરિયાદ કરાઈ હતી
  • સાયબર ક્રાઇમની ટીમેં આરોપી પિયુષની મુંબઈથી ધરપકડ કરી

અમદાવાદ:આરોપી પિયુષ પટેલ નામના યુવક પર મહિલાને પરેશાન કરવાનો આરોપ લાગ્યો છે. આરોપી પિયુષ પટેલ મુંબઈના એરટેલ કંપનીના સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. પરંતુ, એકાદ વર્ષ અગાઉ તે અમદાવાદમાં રહેતો હતો તેની પડોશમાં રહેતી એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો. જોકે, પિયુષ આ વાત યુવતીને કરી શક્યો નહીં અને સોશિયલ મીડિયા મારફતે અવારનવાર વાતચીતના બહાને પ્રેમ જતાવતો હતો. ત્યારે, યુવતીએ તેનો પ્રત્યુત્તર આપવાનું ટાળતા જેને લઇ ઉશ્કેરાયેલા પિયુષે સોશિયલ મીડિયામાં યુવતીના ફોટાનો ખોટો ઉપયોગ કરી ફેક ID બનાવી યુવતીના નામની અભદ્ર પોસ્ટ મુકવા લાગ્યો હતો.

આ પણ વાંચો:સાઇબર ક્રાઇમ આચરતી ઝારખંડની ગેંગને સુરત પોલીસે ઝડપી લીધી

બીભત્સ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે, અગાઉ અમદાવાદમાં એક જ સોસાયટીમાં યુવક અને યુવતી રહેતા હતા અને પિયુષ પટેલ યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ હતો. ત્યારબાદ, યુવકને એરટેલ કંપનીમાં મુંબઈમાં ટ્રાન્સફર થતા યુવકના લગ્ન થઈ ગયા અને જે યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હતો તે યુવતીના પણ લગ્ન થઈ ગયા હતા. જેને પગલે આ યુવકે ઉશ્કેરાઈ જઈને બીભત્સ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનું શરૂ કર્યું હતું.

એક તરફી પ્રેમમાં પડેલા યુવાને કર્યું ન કરવાનું અને સાયબર ક્રાઇમે કરી ધરપકડ

આ પણ વાંચો: દ્વારકામાં બન્યો સાયબર ક્રાઇમ, અકાઉન્ટમાંથી 30000 ગાયબ

આરોપી પિયુષની મુંબઈથી ધરપકડ કરાઈ

યુવતીના ફોટો સાથે મોબાઈલ નંબર લખી અને કોલ ગર્લ હોવાનું કહીને ફોટા વાયરલ થતા જેને પગલે અમદાવાદ સાઇબર ક્રાઇમમાં યુવતીએ ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઇમની ટીમેં હાલ આરોપી પિયુષ પટેલની મુંબઈથી ધરપકડ કરી છે. ત્યારે, સોશિયલ મીડિયામાં મૂકેલી યુવતીની અન્ય પોસ્ટ અને મેસેજ પણ આરોપી યુવકે વાયરલ કર્યા છે કે કેમ ? તે બાબતની તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details