ગુજરાત

gujarat

ETV Bharat / city

મેટ્રોમોની સાઈટ પર અજાણ્યા લોકો સાથે વાત કરતા પહેલા ચેતી જજો, નહીં તો લાગી જશે લાખોનો ચૂનો - અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ

દિલ્હીમાં રહેતા નાઈઝીરિયન શખ્સે મેટ્રોમોની સાઈટ પર વાતો (matrimonial sites cheating) કરીને મહિલા સાથે 23 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. મહિલાએ આ અંગે અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ (Ahmedabad Cyber Crime) કરતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો (Ahmedabad Crime News) છે.

મેટ્રોમોની સાઈટ પર અજાણ્યા લોકો સાથે વાત કરતા પહેલા ચેતી જજો, નહીં તો લાગી જશે લાખોનો ચૂનો
મેટ્રોમોની સાઈટ પર અજાણ્યા લોકો સાથે વાત કરતા પહેલા ચેતી જજો, નહીં તો લાગી જશે લાખોનો ચૂનો

By

Published : Oct 13, 2022, 9:11 AM IST

અમદાવાદવર્તમાન સમયમાં મેટ્રોમોની સાઈટ્સ (matrimonial sites cheating) પર લોકો એકબીજા સાથે વાતચીત કરતા હોય છે, પરંતુ કેટલાક આરોપીઓ તો તેનો પણ ફાયદો ઉપાડી છેતરપિંડી કરવાની તક જતા કરતા નથી. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદની મહિલાનો. આ મહિલા દિલ્હીના ગ્રેટર નોઈડા વિસ્તારમાંથી એક નાઈઝીરિયન શખ્સ ઈબ્રાહીમ હુસેન એડમ નામના (Ahmedabad Cyber Crime arrested accused) વ્યક્તિ સાથે મેટ્રોમોની સાઈટ્સ (matrimonial sites cheating) પર વાતચીત કરતી હતી. તો આરોપીએ મહિલા પાસેથી 23,00,000 રૂપિયા પડાવી છેતરપિંડી કરી હતી.

આરોપીએ સાઈટ પરથી મેળવી વિગતો મહિલાએ આરોપી સામે અમદાવાદ સાઈબર ક્રાઈમમાં (Ahmedabad Cyber Crime) ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ (Ahmedabad Cyber Crime arrested accused) કરી હતી. ઉલ્લેખનીય છે કે, મેટ્રીમોનિયલ સાઈટ્સ ઉપરથી એક મહિલાની (matrimonial sites cheating) વિગતો મેળવી હતી અને બાદમાં તેની સાથે મિત્રતા અને વિશ્વાસ કેળવીને આરોપીએ મહિલા સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ પોતાની ઓળખ અમેરિકામાં પીડિયાટ્રિશ્યન ડોક્ટર હોવાનું જણાવ્યું હતું અને મૂળ ભારત દેશના ચેન્નઈ રાજ્યનો હોવાનો મહિલાને જણાવ્યું હતું. કરોડો રૂપિયા લઈ ભારત આવું છું મને જરૂરી મદદ (Ahmedabad Crime News) આપજો.

વિશ્વાસમાં લઈ કરી છેતરપિંડી આરોપીએ મહિલાને વિશ્વાસ કેળવીને જણાવ્યું હતું કે, પોતે અમેરિકાથી 23 કરોડ રૂપિયા લઈને ભારત આવી રહ્યો છે અને કસ્ટમર જો કોઈ કામ પડશે તો તેણીનો સંપર્ક કરશે, તેવું મહિલાને આરોપીએ જણાવ્યું હતું. આ માસ્ટરમાઈન્ડ એવા ઠગ આરોપીએ ઇમિગ્રેશનના અધિકારીના નામે મહિલાને ડરાવી હતી અને ધમકાવીને અલગ અલગ ટુકડે ટુકડે 23.20 લાખ રૂપિયા અલગઅલગ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આખરે મહિલાએ કંટાળીને સાઈબર ક્રાઈમમાં (Ahmedabad Cyber Crime) સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details