ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahmedabad Crime News - શહેરના વિવિધ વિસ્તારોમાં લૂંટ ચલાવતી 5 લોકોની ગેન્ગ ઝડપાઈ - Ahmedabad Crime News

અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં લૂંટ ચલાવતી ગેન્ગ ઝડપાઈ છે. જેમાં ઓઢવ પોલીસે ગેન્ગના 5 સાગરીતોને ઝડપીને લૂંટ અને ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ઓઢવ પોલીસ દ્વારા આકાશ મહેતા, જીતેન્દ્ર મેધવાલ, રાજેશ સોલંકી, પૌરીન પંડ્યા તેમજ સુશાંક ગુપ્તા નામનાં 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

Ahmedabad Crime News
Ahmedabad Crime News

By

Published : Jun 28, 2021, 10:51 PM IST

  • અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં લૂંટ ચલાવતી ગેન્ગઝડપાઈ
  • પ્રવાસીઓની એકલતાનો લાભ લઈને ચપ્પુની અણીયે લૂંટ ચલાવતા
  • 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી

Ahmedabad Crime News : ઓઢવ પોલીસે ગેન્ગના 5 સાગરીતોને ઝડપીને લૂંટ અને ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. હાલમાં જ વસ્ત્રાલમાં રાતનાં સમયે ચાલવા નિકળેલા બે યુવકોને બાઈક પર આવેલા 4 શખ્સોએ અટકાવીને ગળા પર છરી મૂકીને લૂંટ ચલાવી હતી. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તેમજ એલીસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનાં એક દિવસમાં 3 ગુના નોંધાયા છે, ત્યારે ઓઢવ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બન્ને પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ગણતરીનાં કલાકોમાં ઉકેલ્યો છે. આ તમામ આરોપીઓ નશાનાં બંધાણી હોવાથી વિવિધ વિસ્તારમાં રીક્ષા લઈને નિકળતા હતા અને પ્રવાલીઓની એકલતાનો લાભ લઈને ચપ્પુની અણીયે લૂંટ ચલાવતા હતા.

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં લૂંટ ચલાવતી 5 લોકોની ગેન્ગ ઝડપાઈ

આરોપીઓ અગાઉ પણ લૂંટના ગુનાઓ આચરી ચૂક્યા છે

પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આ આરોપીઓ અગાઉ પણ લૂંટના ગુનાઓ આચરી ચૂક્યા છે. ત્યારે પોલીસે આ મામલે રામોલમાં લૂંટમાં લીધેલા મોબાઈલ ફોન તેમજ એલીસ બ્રિજ વિસ્તારમાંથી થયેલી બે મોપેડ રિકવર કર્યા છે. આ તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનુ ખૂલ્યુ છે. જેમાં સૌથી વધુ ગુના ઓઢવનાં આકાશ મહેતા પર નોંધાયા છે. આકાશ સામે રામોલમાં જુગારનાં કેસ, કૃષ્ણનગરમાં સગીરાના અપહરણ કેસ, નારણપુરામાં ચોરી કેસ, તેમજ ઓઢવમાં હત્યાનાં પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનુ ખૂલ્યુ છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details