ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahmedabad Crime Case : યુવકની હત્યા કરે એ પહેલા પોલીસે આરોપીનો કાઠલો ઝાલ્યો

નાના ચિલોડા રીંગરોડ મિત્રની હત્યા નિપજાવનો પ્રયાસ (Ahmedabad Crime Case) કરતો આરોપી રંગ હાથે ઝડપાતા ચકચાર મચી છે. ઘટના સમયે પોલીસ ત્યાં પેટ્રોલીંગ કરી હોવાથી આરોપીની (Ahmedabad Murder Case) બોચી દબોચી લીધી હતી. શું હતો સમગ્ર મામલો જૂઓ વિગતવાર...

Ahmedabad Crime Case : યુવકની હત્યા કરે એ પહેલા પોલીસે આરોપીનો કાઠલો ઝાલ્યો
Ahmedabad Crime Case : યુવકની હત્યા કરે એ પહેલા પોલીસે આરોપીનો કાઠલો ઝાલ્યો

By

Published : May 11, 2022, 2:30 PM IST

અમદાવાદ : નાના ચિલોડા રીંગરોડ પર મોડી રાત્રે હત્યાનો પ્રયાસ કરનાર આરોપી (Ahmedabad Crime Case) રંગેહાથ ઝડપાયો છે. મોડી રાત્રે કારમાં મિત્રનું ગળું દોરીથી દબાવીને મૃત્યુ નિપજાવાનો પ્રયાસ કરતો આરોપીને પોલીસે રંગેહાથે ઝડપી લીધો છે. ત્યારે ઘટના સ્થળ પર પોલીસે બેભાન થયેલા યુવકને હોસ્પિટલ લઇ જઇ સારવાર અપાઇ હતી. નાના ચિલોડાના નીલકંઠ ફ્લેટમાં રહેતા આરોપી અને ભોગ બનનાર બન્ને મિત્ર છે.

યુવકની હત્યા કરે એ પહેલા પોલીસે આરોપીનો કાઠલો ઝાલ્યો

આ પણ વાંચો :માતાએ કાળજુ કંપાવી નાખે તેવી ઘટનાને આપ્યો અંજામ, જાણીને ચોંકી જશો..

સમગ્ર મામલો શું હતો -સંદીપે મિત્ર રામસ્વરુપને ફ્લેટ લેવા માટે 5 વર્ષ પહેલાં 5 લાખ આપ્યા હતા. જેની વારંવારની ઉઘરાણી છતાં રામસ્વરૂપ 5 લાખ આપતો નહતો. આથી સંદીપે મિત્ર રામસ્વરૂપનું કાસળ કાઢવાનું નક્કી કરી શુક્રવારે મોડી રાત્રે પોતાની (Attempted Murder on Chiloda Road) કારમાં રામસ્વરુપને બહાર લઇ ગયો હતો. રીંગરોડ સર્કલ પાસે નવી બનતી સ્કીમ રાધે પેરેમાઉન્ટ પાસે કાર ઉભી રાખીને રામસ્વરૂપ કંઈ સમજે તે પહેલાં સંદીપે દોરીથી ગળું દબાવી (Ahmedabad Murder Case) તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો :ગ્રીષ્માં હત્યા કેસમાં ચુકાદા બદલ કોર્ટનો આભાર, રાહુલ ગાંધી આદિવાસી સત્યાગ્રહમાં પહોંચશે: જેનીબેન ઠુમમર

અંધારામાં કાર દેખાય આવી - ઘટના સ્થળ પર નરોડા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે પોલીસનું ધ્યાન અંધારામાં ઊભી કાર પર જતા ત્યાં દોડી ગયા હતા. પોલીસે ટોર્ચ કરીને ત્યાં સંદીપ રંગે હાથ પકડાય ગયો. જેને લઈને નરોડા પોલીસે સંદીપની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં લોકો નાની નાની વાત પર અવારનવાર ઉગ્ર બનતા અવળું પગલું ભરી લેતાહોય છે. પરંતુ કોઈ વ્યક્તિની નાની બાબતમાં હત્યા સુધી લઈ જવું કેટલા અંશે યોગ્ય કહેવાય.

ABOUT THE AUTHOR

...view details