અમદાવાદ શહેરમાં સવાર પડેને છેડતી દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે ત્યારે અમદાવાદ ક્રાઈમ કેસનો વધુ એક બનાવ શહેરના આબાવાડી વિસ્તારમાં સામે આવ્યો. જ્યાં 12 વર્ષની ભાણી સાથે મામાએ શારીરિક અડપલા કર્યા. 12 વર્ષની સગીરા એકલી હતી ત્યારે તેના મામાએ ઉપરના મકાનમાં લઇ જઇ કપડા કાઢીને છાતીના ભાગે હાથ ફેરવ્યો હતો. સગીરાના પરિવારજનોને જાણ થતા આરોપીને મેથીપાક ચખાડીને અમદાવાદ આંબાવાડી પોલીસ હવાલે કર્યો હતો.
ભાણી પર નજર બગડી આંબાવાડીમાં ફરિયાદી તેમની 6 દીકરી અને 2 દીકરા સાથે રહે છે. તેમનો 39 વર્ષનો સાળો તેમના જ બ્લોકમાં ઉપરનાં માળે રહે છે ઇને તે સવાર સાંજ જમવા માટે ફરિયાદીના ઘરે આવતો હતો. તેની 12 વર્ષની સગીર ભાણી પર નજર બગડી હતી.
આ પણ વાંચો સટ્ટાક..સટ્ટાક જાહેરમાં છેડતી કરનાર રોમિયોને મહિલાએ મેથી પાક ચખાડ્યો