ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ પેડલરની ધરપકડ, અઢાર લાખનું એમડી ડ્રગ્ઝ ઝડપાયું - Ahmedabad Crime Branch Seized md Drugs sep 2022

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch Seized md Drugs Sep 2022 ) ફતેહવાડી કેનાલ પાસેથી ડ્રગ પેડલર શાહરૂખાન પઠાણની ધરપકડ ( Drug Peddler Shah Rukh Khan Pathan Arrested) કરી છે. આ ડ્રગ કેસમાં કુલ અઢાર લાખનું એમડી ડ્રગ ( MD Drugs Seized in Ahmedabad ) અને એક ફોર વ્હીલર ગાડી સહિત કુલ 21 લાખના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરાઇ છે. રાજસ્થાનથી ડ્રગ્ઝનો જથ્થો સાબરકાંઠા થઈને અમદાવાદ લાવવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ પેડલરની ધરપકડ, અઢાર લાખનું એમડી ડ્રગ્ઝ ઝડપાયું
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ પેડલરની ધરપકડ, અઢાર લાખનું એમડી ડ્રગ્ઝ ઝડપાયું

By

Published : Sep 1, 2022, 8:47 PM IST

અમદાવાદઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch ) ની ગિરફતમાં આવેલો શાહરૂખ ખાન પઠાણ ( Drug Peddler Shah Rukh Khan Pathan Arrested )નામનો આ યુવાન જેસીબી મશીનનો ચલાવતો હતો. તે પોતે એમડી ડ્રગ્ઝનો નશો પણ કરતો હતો. રૂપિયા ખૂટી પડતાં આરોપીએ ડ્રગ્ઝની હેરાફેરી શરૂ કરી દીધી હોવાની કેફિયત આરોપી શાહરૂખાન પઠાણે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ આપી છે. ઉપરાંત આ ડ્રગ્ઝનો જથ્થો (MD Drugs Seized in Ahmedabad) કોની પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં કોને આ સફેદ ઝેર આપવાનું હતું તે તમામ લોકોના નામઠામ પોલીસે મેળવી લીધા છે. આગામી સમયમાં અન્ય ત્રણેય આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવશે.

આ પણ વાંચો MD Drugs Seized in Ahmedabad : SOG ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, આરોપીની પૂછપરછમાં મળી ચોંકાવનારી માહિતી

એક ખેપના રૂપિયા 20000 મળતાં હતાં રાજસ્થાનથી આ એમડી ડ્રગ્ઝનો જથ્થો સાબરકાંઠાના હિંમતનગર ખાતે લાવવામાં આવ્યો હતો. હિંમતનગરથી અમદાવાદમાં જુહાપુરાના ફતેહવાડી કેનાલ નજીકના બાદશાહ નામના એક વ્યક્તિને આ એમડી ડ્રગ્ઝનો જથ્થો આપવાનો હતો. આ એક ખેપના ડ્રગ પેડલર શાહરૂખાન પઠાણને રૂપિયા 20,000 મળવાના હતાં. આ અગાઉ પણ આરોપી ત્રણથી વધુ વખત એમડી ડ્રગ્ઝની ખેપ એટલે કે ડિલિવરી કરી ચુક્યો હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી છે.

આ પણ વાંચો રાજકોટમાથી ઝડપાયુ SRK પુત્રની સ્ટાઈલમાં હેરાફેરી થતુ હેરોઇન તથા મેફેડ્રોન એમડી ડ્રગ્સ

રિમાન્ડ મેળવવાની તજવીજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી ડ્રગ પેડલર શાહરૂખાન પઠાણની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે બીજી તરફ આરોપીની પૂછપરછમાં રાજસ્થાનનો એક વ્યક્તિ કે જેણે એમડી ડ્રગ્ઝનો જથ્થો આપ્યો હતો અને સાબરકાંઠાનો વ્યક્તિ કે જેણે લોજેસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો તેમ જ અમદાવાદનો શખ્સ કે જેને ડ્રગ્ઝ રિસિવ કરવાનું હતું. આ તમામ આરોપીઓની ભાળ મેળવવાની કવાયત ક્રાઇમ બ્રાન્ચે કરી લીધી છે.

ABOUT THE AUTHOR

...view details