ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લતીફ ગેંગના સાગરીતની ધરપકડ કરી - અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લતીફ ગેંગના સાગરીતની ધરપકડ કરી

આરોપીના લતીફ ગેંગનો સાગરીત હતો અને 1993થી ખૂન, અપહરણ, પ્રોહીબિશન જેવા 10 જેટલા ગુનામાં સંડોવાયેલો છે. આરોપીને રાધિકા જીમખાના સામુહિક હત્યાકાંડમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. લતીફ ગેંગના સાગરીત મુસરર્ફ ખાન ગોરેખાન પઠાણને દરીયાપુર વિસ્તારમાં ઝડપી પાડ્યો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લતીફ ગેંગના સાગરીતની ધરપકડ કરી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લતીફ ગેંગના સાગરીતની ધરપકડ કરી

By

Published : May 22, 2021, 9:46 AM IST

  • લતીફ ગેંગના સાગરીત મુસરર્ફ ખાન ગોરેખાન પઠાણને દરીયાપુર વિસ્તારમાં ઝડપી પાડ્યો
  • આરોપીએ વર્ષ 1992 માં રાધિકા જીમખાના હત્યાકાંડ કર્યો હતો
  • આરોપી એક વર્ષથી પેરોલ જંપ કરીને ફરાર હતો

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે લતીફ ગેંગના સાગરીતની ધરપકડ કરી છે. આરોપીએ વર્ષ 1992માં રાધિકા જીમખાના હત્યાકાંડ કર્યો હતો. તે ગુનામાં આરોપી સાબરમતી જેલમાં હતો. આરોપી એક વર્ષથી પેરોલ જંપ કરીને ફરાર હતો. જે આરોપીની બાતમી મળતા આરોપી મુસરર્ફ ખાન ગોરેખાન પઠાણને દરીયાપુર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. લતીફ ગેંગના સાગરીત મુસરર્ફ ખાન ગોરેખાન પઠાણને દરીયાપુર વિસ્તારમાં ઝડપી પાડ્યો.

આ પણ વાંચો:દ્વારકા પોલીસે પ્રખ્યાત ગેંગના ઘરફોડ ચોરી કરનારા 3 શખ્સોની કરી ધરપકડ

અનેક ગુનામાં સંડોવાયેલો હતો અને 9 હત્યા કરી ચૂક્યો છે

આરોપીના લતીફ ગેંગનો સાગરીત હતો અને 1993થી ખૂન, અપહરણ, પ્રોહીબિશન જેવા 10 જેટલા ગુનામાં સંડોવાયેલો છે. આરોપીને રાધિકા જીમખાના સામુહિક હત્યાકાંડમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપી મુસરર્ફ ખાન રાધિકા જીમખાના હત્યાકાંડમાં 9 જેટલી હત્યાનો આરોપી છે અને 27 વર્ષથી સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લતીફ ગેંગના સાગરીતની ધરપકડ કરી

આ પણ વાંચો:ચીકલીગર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડયો

આરોપી કેટલાક સમયથી દરિયાપુર અને બીજા અનેક બીજા વિસ્તારોમાં છુપાતો ફરતો હતો

આરોપી સામે બાબરી ધ્વંસ પછી તેનો બદલો લેવા માટે દાઉદ ઈબ્રાહિમે જે હથિયારો મોકલ્યા હતા તે હથિયારો અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યમાં અન્ય આરોપીને આપવાનો ગુનો પણ તેની સામે નોંધાયો હતો. ત્યારે પેરોલ જંપ કરીને ભાગી ગયો હતો. ત્યારે આરોપી કેટલાક સમયથી દરિયાપુર અને બીજા અનેક બીજા વિસ્તારોમાં છુપાતો ફરતો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. ત્યારે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details