ગુજરાત

gujarat

ETV Bharat / city

જીગ્નેશ મેવાણીને છ મહિનાની સજા ફટકાર્યા બાદ આપ્યું રિએક્શન - ભાજપ બળાત્કારીઓને મુક્ત કરે

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં લો ભવનના નામને બદલવા માટે થઈને જે કેસ ચાલ્યો હતો. તેમાં મેટ્રો કોર્ટે આજે જીગ્નેશ મેવાણી સહિત 19 લોકોને સજા ફટકારવામાં (Ahmedabad court sentenced Jignesh Mevani) આવી હતી. ત્યારબાદનું સજા બાબતે જીગ્નેશ મેવાણી રિએક્શન (Jignesh Mevani Reaction ) સામે આવ્યું હતું. જેને લઇને તેમણે ETV Bharatને જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં એવો કોઈ દાખલો નહીં હોય કે આંદોલન કરવા બદલ કોઈ ધારાસભ્ય કે કાર્યકર્તાને સજા ફટકારવામાં આવી હોય.

જીગ્નેશ મેવાણીને છ મહિનાની સજા ફટકાર્યા બાદ આપ્યું રિએક્શન
જીગ્નેશ મેવાણીને છ મહિનાની સજા ફટકાર્યા બાદ આપ્યું રિએક્શન

By

Published : Sep 16, 2022, 9:19 PM IST

અમદાવાદશહેરની ગુજરાત યુનિવર્સિટીમાં લો ભવનના નામને બદલવા માટે થઈને જે કેસ ચાલ્યો હતો. શહેરમાં વર્ષ 2016માં ગુજરાત યુનિવર્સિટીના લોભવન સાથે કોઈ RSSના વ્યક્તિનું નહીં, પરંતુ ડો. બાબાસાહેબ આંબેડકરના નામ જોડાય તેવી માંગણી સાથે અમે જે આંદોલન કર્યું હતું. એ કેસમાં મારા સહિત બીજા 19 આરોપીઓને છ મહિનાની સજા ફટકારવામાં આવી છે.

d

બિલ્કીસ બાનુના કેસના આરોપીઓને જેલમાંથી છોડી મૂક્યા જ્યારે મહત્વનું છે કે, ગુજરાત ભાજપ પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ ઉપર 108, 109 જેટલા કેસ હોય. તેમ છતાં પણ તેમને સજા થતી નથી. આ દેશમાં ખુનીઓ બળાત્કારીઓ સ્કેમ કરનારા લોકોને કોઈ દિવસ સજા થતી નથી. બિલ્કીસ બાનુના કેસના (Bilkis Banu case) આરોપીઓને (Bilkis Banu case Accused ) જેલમાંથી છોડી મૂક્યા (BJP free the rapists) એમને મીઠાઈ ખવડાવવામાં આવી હતી. એમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. એમને એ કહીને છોડી મૂકવામાં આવ્યા તેમના સંસ્કારો બહુ સારા છે.

BJP બળાત્કારીઓને છોડી મૂકે છેબીજી બાજુ જે ગરીબ અને વંચિત લોકોની પીડા માટે લડાઈ લડે છે. એવા અમારા જેવા લોકોને સજા આપવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી કેટલી હદે અને કિન્નાખોરી સાથે અમારી સાથે અદાવત રાખી રહી છે. એ આ ચુકાદા સાથે સાબિત થાય છે, પરંતુ અમે લોકો પણ હાર નહી માનીએ. અમે પણ સતત લડશું આવા ઘણા બધા કેસો રાજનીતિમાં અને આંદોલનમાં થવાના એનાથી અમે ડરવાના નથી. અમે ગુજરાતની સાડા 6 કરોડની જનતાને કહેવા માંગીએ છીએ કે,આ એ ભારતીય જનતા પાર્ટી છે. જે બળાત્કારીઓને છોડી મૂકે છે અને આંદોલનકારીઓને જેલમાં મૂકે છે.

એવિડન્સ ન હોવા છતા સજા ફટકારીઆ કેસમાં એક પણ એવિડન્સ અમારી સામે નથી (Jignesh Mevani Reaction) છતાં પણ અમને સજા ફટકારવામાં આવી છે, પરંતુ કોઈ વાંધો નહીં ન્યાયતંત્ર એનું કામ કરે છે. અમે ચુકાદાને આવકારીએ છીએ, પરંતુ રાજ્યની સરકાર જે રીતે પોલીસ, પબ્લિક પ્રોસિક્યુટરનો ઉપયોગ (Use of Public Prosecutor) કરીને ટાર્ગેટ કરવામાં આવે છે. એ રીતે તમામ આંદોલન કાર્યોને જે રીતે સજા આપવામાં આવે છે. આનો ગુજરાતમાં અને દેશમાં સારો મેસેજ નહીં જાય.

ABOUT THE AUTHOR

...view details