અમદાવાદઃ કોરોના વાઇરસનાં નામથી જ લોકો માનસિક રીતે હારી જતા હોય છે ત્યારે શહેરમાં કોરોના પોઝિટિવ દર્દી માનસિક રીતે સ્વસ્થ રહે તે માટે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને ગરબે રમાડવામાં આવ્યાં હતા. હોસ્પિલમાંથી રજા લઈ રહેલા દર્દીઓએ પણ ગરબા કર્યા હતા.
અમદાવાદઃ કોરોનાના દર્દી માનસિક રીતે સ્વસ્થ રહે તે માટે હોસ્પિલમાં યોજાયા ગરબા - Shelby Hospital
કોરોના વાઇરસનાં નામથી જ લોકો માનસિક રીતે હારી જતા હોય છે ત્યારે અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દી માનસિક રીતે સ્વસ્થ રહે તે માટે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને ગરબે રમાડવામાં આવ્યાં હતા. હોસ્પિલમાંથી રજા લઈ રહેલા દર્દીઓએ પણ ગરબા કર્યા હતા.
શહેરના નરોડામાં આવેલી શેલ્બી હોસ્પિટલમાં અનેક કોરોનાના દર્દીઓ સારવાર મેળવી રહ્યાં છે, ત્યારે દર્દીઓ માનસિક રીતે મજબૂત રહે અને તેમનું મનોબળ જળવાઈ રહે તે માટે હોસ્પિટલના હોલમાં કોરોનાના દર્દીઓ ગરબા રમી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ નવતર પ્રયોગમાં અનેક દર્દીઓએ ભાગ લીધો હતો અને સકારાત્મક લાગણી અનુભવી હતી.
આ પ્રકારના પ્રયોગથી દર્દીઓનું મનોબળ મજબૂત થયું હતું અને દર્દીઓના મોઢા પર પણ સ્મિત જોવા મળ્યું હતું. NSUIના નેતા નિખિલ સવાણીને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને સોમવારે તેઓ સ્વસ્થ થતા તેમને સેલ્બી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે નિખિલે પણ અન્ય દર્દીઓ સાથે ગરબામાં ભાગ લીધો હતો.