અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક કોમર્શિયલ અને રેસિડેન્સીયલ સ્કીમો કરોડોના ખર્ચે ઉભી કરવામાં આવી છે. માત્ર અમદાવાદમાં જ 250થી વધુ પ્રોજેક્ટ ચાલતા હોવાના અંદાજ મુજબ 100થી વધુ બિલ્ડરોનેે કોરોનાના કારણે રાખવામાં આવેલ લોકડાઉન નડ્યું હતું.
અમદાવાદ માટે કોરોના કાળ સાબિત થયો, રિયલ એસ્ટેટમાં અંદાજે 1500-2000 કરોડનું નુકસાન - બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વ્યવસાય
દેશભરમાં કોરોના મહામારીને પગલે દરેક ધંધા કે વ્યવસાયને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે રિયલ એસ્ટેટના વ્યવસાયમાં પણ કરોડોનું નુકસાન આવી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે માત્ર અમદાવાદમાં જ રિયલ એસ્ટેટમાં લોકડાઉનના કારણે 1500-2000 કરોડનું નુકસાન થયું છે.
લોકડાઉન બાદ અનલોકની પરિસ્થિતિમાં 5થી 10 ટકા રેસીડેન્સી મકાન વેચાણ થયું હોવાનું બિલ્ડર માની રહ્યાં છે. અમદાવાદના 70 ટકા ઓછા વેચાણ ચાલુ વર્ષે થતું હોય છે, ત્યારે આગામી સમયમાં પણ વર્ષ દરમિયાન 50 ટકા જેટલો ઘટાડો નોંધાવાની ભીતિ છે.
બિલ્ડરના કહેવા પ્રમાણે, ગુજરાતના અનેક શહેરોમાં લોકડાઉન પરિસ્થિતિને કારણે કરોડોનું નુકસાન રિયલ એસ્ટેટમાં પહોંચ્યું છે. આ સાથે જ બેંક લોન ભરવામાં અનેક બિલ્ડરોને કરોડોનું નુકસાન વેઠવું પડ્યું છે. એક અંદાજ પ્રમાણે માત્ર અમદાવાદમાં જ રિયલ એસ્ટેટમાં 1500થી 2000 કરોડનું નુકસાન થયું છે. ગુજરાતના કુલ પ્રોજેક્ટ પૈકીના અમદાવાદમાં 40 ટકા પ્રોજેક્ટ ચાલુ હોવાને કારણે અમદાવાદમાં વધારે નુકસાન જોવા મળ્યું છે.