- અમદાવાદની ગ્રાહક તકરાર કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
- ખેડૂતે 7.5 લાખના બટાકાના બિયારણ લેતા 70 ટકા પાક નાશ પામ્યો
- કોર્ટે નુકસાન થયાના 60 ટકા રકમ ચુકવવા કંપનીને આદેશ કર્યો
અમદાવાદ: તાલોદ જિલ્લાના જગદીશભાઈ પટેલ અને તેમનું પરિવાર માત્ર ખેતી ઉપર પોતાનું જીવન બસર કરે છે. કેટલાક સમય પહેલા તેમણે બટેકાના વાવેતર માટે 7.5 લાખનું બિયારણ ખરીદ્યું હતું. લાંબા સમયથી બટેકાના પાકની માવજત કરી તેમાં સિંચાઈ, ખાતર સાથે અન્ય ખર્ચાઓ થઈ કુલ 17 લાખ 40 હજાર 375 રૂપિયાનો ખર્ચ કર્યો છતાં, ખેતી નિષ્ફળ ગઈ. પાકની સંપૂર્ણ કાળજી લીધા બાદ પણ 500 મણના ઉત્પાદનને બદલે માત્ર 100 મણ બટાકાનું ઉત્પાદન થયું. અંતે ખેડૂતે જિલ્લાના એગ્રીકલ્ચર ઓફિસરની મદદ લઈ તેમને પાક નિષ્ફળ જવાનું કારણ પૂછ્યું, જેમાં બિયારણની ગુણવત્તા ઓછી હોવાનું ફળીભૂત થયું.
શું કહે છે એડવોકેટ હેમકલાબેન શાહ?
ખેડૂત તરફથી ગ્રાહક કોર્ટ (Sabarkatha farmer in consumer court)માં તેમનો પક્ષ રજૂ કરતા એડવોકેટ હેમકલાબેન શાહે ETV BHARATને જણાવ્યું હતું કે, ખેડૂતે 10.30 વીઘામાં બટાકાની ખેતી કરવા માટે બિયારણ લીધુ પણ પાક નિષ્ફળ જતાં તેમણે ખેતીવાડી અધિકારીનો સંપર્ક કર્યો. અધિકારીએ પરીક્ષણ કરી નિદાન કર્યું કે, ખેડૂતનો 70 ટકા પાક નુકસાન ગયો છે. ખેડૂતએ આ વિશે બિયારણની કંપનીને જાણ કરતા કંપનીએ પંજાબમાં પાકનું વાવેતર કર્યું અને તે પાક પણ નિષ્ફળ ગયો. ખેડૂતને કુલ 57 લાખનું નુકસાન થયું હતું. કોર્ટે ખેડૂતને થયેલ કુલ નુકસાનના 60 ટકા ફરિયાદ થયેથી 7 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા આદેશ કર્યો છે.