ગુજરાત

gujarat

ETV Bharat / city

સોમાભાઇના વાઇરલ વીડિયો અંગે કોંગ્રેસે કર્યા અનેક ગંભીર આક્ષેપો...

પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણીના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા ભાજપના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભાજપે આઠ ધારાસભ્યો કરોડો રૂપિયામાં ખરીદ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા વીડિયો રજૂ કરીને આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે પગલા લેવા માટે પણ માગણી કરવામાં આવી છે.

congress
congress

By

Published : Nov 1, 2020, 5:25 PM IST

Updated : Nov 1, 2020, 7:51 PM IST

  • પેટા ચૂંટણીના બે દિવસ પૂર્વે કોંગ્રેસે કર્યો પર્દાફાશ
  • ભાજપે કોંગ્રેસના ધારાસભ્યો કરોડોમાં ખરીદ્યાઃ કોંગ્રેસ
  • કોંગ્રેસે મુખ્યપ્રધાન, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય ગૃહપ્રધાન પર લગાવ્યા આક્ષેપ

અમદાવાદ : વિધાનસભાની 8 બેઠક માટે પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાનારી છે, ત્યારે ચૂંટણીના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા ભાજપના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર આઠ ધારાસભ્યોને કરોડો રૂપિયામાં ખરીદ્યા હોવાનો આક્ષેપ કરવાની સાથે એક વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો છે. જે સામે પગલા લેવામાં આવે તેવી પણ માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

કોંગ્રેસે મુખ્યપ્રધાન, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય ગૃહપ્રધાન પર લગાવ્યા આક્ષેપ

પેટા ચૂંટણીના બે દિવસ પૂર્વે કોંગ્રેસે વાઇરલ કર્યો વીડિયો

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે, આ તમામ ધારાસભ્યોને કરોડો રૂપિયા આપીને ખરીદવામાં આવ્યા છે. કેટલાક ધારાસભ્યોને પૈસા અને ફરી ટિકિટ આપવાની ઓફર કરવામાં આવી હતી, જ્યારે કેટલાકને માત્ર પૈસા આપીને ખરીદવામાં આવ્યા છે.

ભાજપના નેતાઓ રાજીનામુ આપે

આ સાથે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દર ચૂંટણી અગાઉ આ રીતે પૈસા આપીને ધારાસભ્યોને ખરીદે છે, પરંતુ આ વખતે વીડિયો પણ સામે આવ્યો છે. જેથી આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ, મુખ્યપ્રધાન અને દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

ભાજપે 8 ધારાસભ્ય કરોડોમાં ખરીદ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

કોંગ્રેસે રજૂ કર્યો વીડિયો

કોંગ્રેસે રજૂ કરેલા વીડિયોમાં ધારાસભ્ય ખરીદવા અંગેની વાત થઇ રહી છે, 10 કરોડની અંદર જ ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા છે. તથા વીડિયોમાં દેખાતા શખ્સે એવું પણ જણાવ્યું હતું કે, CM અને નવા નિયુક્ત થયેલા પ્રદેશ પ્રમુખ તેમના મિત્ર છે. ધારાસભ્યોને ખરીદવામાં પૈસા પણ મળી રહે છે.

મની લોન્ડરિંગ અને એન્ટી કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ તપાસ કરવાની માગ

આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે કે, મની લોન્ડરિંગ અને એન્ટી કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે અને સ્પેશિયલ કમિટી બનાવી ન્યાયિક તપાસ કરવામાં આવે.

Last Updated : Nov 1, 2020, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details