- બેન્કોમાં નકલી નોટો જમા થઈ જે અંગે નોંધાઈ ફરિયાદ
- અલગ અલગ 13 બેન્કોમાં જમા થઈ છે નકલી નોટો
- 5,61,810ની કિંમતની 1562 નકલી નોટો
અમદાવાદ: શહેરમાં નકલી નોટો અંગેનું કૌભાંડ (Counterfeit notes in Ahmedabad) અનેક વખત અમદાવાદ શહેર પોલીસની એજન્સીએ જપ્ત કર્યું છે. નકલી નોટો મોટી માત્રામાં બજારોમાં ફરતી થતી હોય છે અને ત્યારબાદ ગ્રાહકો પાસે જતા તે લોકો બેન્કમાં જમા કરાવતા હોય છે. સામાન્યપણે આ નકલી નોટો (Counterfeit notes in 14 different banks) ભારતીય ચલણ જેવી જ દેખાતી હોય છે પરંતુ ટેક્નિકલ વ્યુ સિવાય આ નોટોને જલદી ઓળખી શકાતી નથી. અમદાવાદ શહેરમાં આવેલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં નકલી નોટો અંગે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. 5 લાખ 61 હજાર 810ની કિંમતની કુલ 1562 નકલી નોટો જમા થઈ હોવાની માહિતીના આધારે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ શહેરની 14 અલગ અલગ બેન્કોમાં નકલી નોટો જમા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
કઈ કઈ બેન્કોમાં થઈ હોઈ શકે છે નકલી નોટો જમા?
એ.યુ. સ્મોલ બેન્ક, DCB, કાલુપુર કો.ઓપરેટિંવ, યશ, IDBI, ICICI, એક્સિસ, HDFC, કોટક મહેન્દ્રા, કોર્પોરેશન, SBI, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, HSBC અને રિઝર્વ બેન્ક જેવી અનેક બેન્કોમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
કેટલા રૂપિયાની કેટલી નકલી નોટો?
- 2 હજારની 89 નોટો
- 500ની 542 નોટો
- 100ની 611 નોટો
- 50ની 71નોટો
- 20ની 7 નોટો
- 10ની 2 નોટો