અમદાવાદ: શહેરના નરોડામાં રહેતો જૈમીન નામનો વ્યક્તિ ટૂર્સ અને ટ્રાવેલ્સનો ધંધો કરતો હતો. 14 જુલાઈએ બપોરના સમયે પોતાના ઘરમાં ઝેરી દવા ખાઈને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બચી જતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં બીજા દિવસે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મોત મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી તે દરમિયાન એક સ્યૂસાઈડ નોટ અને 2 વીડિયો પોલીસને મળ્યાં હતાં.
ભક્તોને નેપાળ ટૂર કરાવ્યાં બાદ ટ્રાવેલ્સવાળાને પૈસા ન ચૂકવતાં કર્યો આપઘાત - ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ
અમદાવાદ શહેરમાં જુલાઈ માસમાં ટૂર્સ અને ટ્રાવેલ્સનો ધંધો કરનાર વ્યક્તિએ આપઘાત કર્યો હતો. જે અંગે તપાસ કરતાં સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં વ્યક્તિએ એક સંત અને તેના પિતરાઈભાઈના લીધે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે નરોડા પોલીસે ગુનો નોંધ્યો છે.
ભક્તોને નેપાળ ટૂર કરાવ્યાં બાદ ટ્રાવેલ્સવાળાને પૈસા ન ચૂકવતાં કર્યો આપઘાત
આ દરમિયાન મારા ફોઈના છોકરાએ પણ આપઘાત કરી લીધો હતો, જેમાં મારું નામ આવ્યું હતું. જેથી મારો અનુરોધ છે કે મારે લેવાના નીકળતા પૈસા મારા પરિવારને મળે જેથી દાગીના ગીરવી મૂક્યાં હતાં તે છોડાવી શકે.
આ ઉપરાંત મૃતક જૈમીને વીડિયો પણ બનાવ્યો હતો જેમાં તેને ન્યાય મળે અને સ્યૂસાઈડ નોટનો ઉલ્લેખ કર્યો હતો અને પીનાકીન અને સંતના કારણે આત્મહત્યા કરતો હોવાનું જણાવ્યું હતું. જે બંને પોલીસ કબજે કરીને સંત અને પીનાકીન વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.