- ગુજરાત સરકાર દ્વારામ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરાઇ છે
- સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અલગ વૉર્ડની વ્યવસ્થા
- રાજ્યમાં એમ્ફોટેરીસીન (લાયોફિલાઇઝ) ઇન્જેકશનનું વિતરણ
અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ને મહામારી જાહેર કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil Hospital )માં મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે અલાયદા વૉર્ડ ઉભા કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil Hospital )ના ENT વિભાગના તબીબો દિવસ-રાત મ્યુકોરમાઇકોસિસ રોગ પીડિત દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
પાંચ નિષ્ણાત તબીબોની કમિટી બનાવી
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil Hospital ) દ્વારા મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગી એવા એમ્ફોટેરીસીન (લાયોફિલાઇઝ) ઇન્જેકશનનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એમ્ફોટેરીસીન ઇન્જેક્શન અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓને પણ નક્કી કરેલી પ્રક્રિયા મુજબ પૂરા પાડવામાં આવે છે. મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગી અન્ય ઇન્જેકશન એવા લાયફોસોમેલ એમ્ફોટેરેસીન ઇન્જેકશનના વિતરણ માટે પણ 5 નિષ્ણાંત તબીબોની કમીટી બનાવવામાં આવી છે, જે દર્દીની શારિરીક જરૂરિયાત અને બ્લડ રિપોર્ટના માપદંડોના આધારે આવા ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવે છે.