અમદાવાદ: માર્ચ 2020માં ભારત સરકાર દ્વારા સ્માર્ટ સિટી રેન્કિંગમાં ફોર્મ્યુલા બદલાતાં રાજ્ય સરકાર દ્વારા મળનારા ફંડને કારણે અંદાજિત બે અઠવાડિયા માટે સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટનું રેન્કિંગ બીજા નંબર પર આવેલ હતું. પરંતુ ત્યારબાદ સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા અથાક પ્રયત્નો કરી અને રાજ્ય સરકારના સંકલનમાં રહી ફરી વખત સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે. જેમાં હાલ ચાલી રહેલ કોવિડ -19 મહામારી નાથવાના પ્રયત્નોમાં પણ સ્માર્ટ સિટી અમદાવાદની ભૂમિકા મહત્વપૂર્ણ અને નોંધનીય બનેલ છે.
અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી તથા ઇ ગવર્નર્સ વિભાગ દ્વારા હાલના સમયમાં કોરોનાવાયરસને માત કરવા માટે અમદાવાદ શહેરના નાગરિકોની ફરિયાદ અને તેમની જરૂરિયાતો સાંભળી તેનું યોગ્ય નિરાકરણ લાવી શકાય તે હેતુથી હેલ્પલાઇન નંબર 155 303 અને 104 ની ક્ષમતા વધારી દેવામાં આવી છે. 155 303 ક્ષમતા 10 લાઈનની હતી છે વધારે ત્રણ ગણી એટલેકે ૩૦ કરી દેવામાં આવી છે તથા શહેરના નાગરિકોના કોલ રિસીવ ન થઈ શકે તેઓને કોલબેક કરવાની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. ઉપરોક્ત ફરિયાદ નિવારણ કેન્દ્ર દ્વારા નાગરિકોને કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલ વ્યક્તિઓની યોગ્ય રીતે નિયંત્રણ કરવાની તથા વગેરે જેવી ઘણી ફરિયાદો જે તે વિભાગમાં ફોરવર્ડ કરી તે ફરિયાદનો નિકાલ થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સ્માર્ટ સિટી વિભાગ દ્વારા શહેરમાં લગાવવામાં આવેલ અંદાજે ૩૫ જેટલા જાહેર કેમેરા દ્વારા બાજનજર રાખી જે જગ્યાએ લોકોની ભીડભાડ થતી જણાય એટલે 144 કલમનો ભંગ થતો જણાય તો તેનું ફીડ પોલીસ કંટ્રોલ સેન્ટર ખાતે આવે છે અને ત્યાંથી તેનું મોનિટરિંગ થઇ રહેલ છે તે ઉપરાંત સ્માર્ટ સિટી કંટ્રોલરૃમ ખાતેથી પણ જે જગ્યાએ લોકોની ભીડ થતી જણાય તે અંગે તાકીદે સો નંબર પર પોલીસને જાણ કરવાની કામગીરી હાથ ધરેલ છે. તેમ જ અમદાવાદ શહેરમાં લગાવવામાં આવેલા ૩૮ જેટલા વેરિયેબલ મેસેજ ડિસ્પ્લે મારફતે કોરોના વાયરસ સંબંધિત સૂચના કે દોરવણીનો તેમ જ કાયદાકીય જોગવાઇઓનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.