અમદાવાદ -રાજ્યના સહકાર વિભાગ (state co-operation department) દ્નારા ચિંતન શિબિર (Ahmedabad Chintan Shibir)નું આયોજન કરવામાં આવ્યું. બે દિવસ ચાલનારી ચિંતન શિબિરમાં સહકારી ક્ષેત્રના અનેક આગેવાનો જોડાયા હતા. કૃષિપ્રધાન રાધવજી પટેલે જણાવ્યું હતુ કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે આ ચિંતન શિબિરનું આયોજન શરુ કર્યું હતું. આ શિબિરમાં 10 અલગ અલગ ગ્રુપ પાડીને તમામ કામગીરીની સમિક્ષા કરવામાં આવશે.
ઇ-કોપોરેટીવ પોર્ટલ
ગુજરાતમાં સહકારી ખાતું કેમ સુદ્રઢ બને, જનતા કેવી રીતે વધુ લાભ મેળવે તેવા તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. જ્યાં સુધારા-વધારા કરવાની જરુર હશે, ત્યાં સુધારા કરવામાં આવશે. આ સહકારી ક્ષેત્રથી જનતાને વધુને વધુ લાભ થાય તે રીતે કામ કરવામાં આવશે. મુખ્યપ્રધાન સાથે રહી આજ ઇ-કોઓપરેટિવે પોર્ટલ (E-cooperative portal)નું લોન્ચિંગ કરવામાં આવશે. આ પોર્ટલમાં સહકાર ક્ષેત્રની કામગીરી જોડવામા આવશે. સાથે સાથે 80 હજાર જેટલી મંડળી જોડી તમામ પ્રકારના ઓડીટ અને તેને લગતી કામગીરી આ પોર્ટલમાં જોવા મળી આવશે.