અમદાવાદ: દેશમાં અને ગુજરાત રાજ્યમાં યુવાધનને બરબાદ કરવાના ઇરાદે નશાનો કાળોબાર (Ahmedabad Charas case) કરતા આરોપીઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.. ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓની ધરપકડ કરી છે... જેમાં આરોપીઓ પાસેથી 11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Ahmedabad Charas case: યુવાધનને બરબાદ કરનાર 6 જેલના સળિયા પાછળ 11 લાખનો મુદ્દામાલ કબ્જે
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની પકડમાં ઉભેલા આરોપી મેહુલકુમાર રાવલ, કૃણાલ પટેલ, અર્જુનસિંહ ઝાલા, બ્રિજેશ પટેલ, હર્ષ શાહ, અને અખિલ ભાવસાર છે. આરોપીઓ પાસેથી 500 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)ના હાથે ઝડપાયેલા આરોપી પાસેથી કાર, મોબાઈલ સહિત 11 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી
મેહુલ રાવલ, ક્રુણાલ પટેલ, અર્જુનસિંહ ઝાલા, બ્રીજેશ પટેલનાઓ રાધનપુર બાજુથી ચરસનો જથ્થો લાવી હર્ષ શાહ તથા અખિલ ભાવસારને આપવાની કબુલાત કરી હતી. આરોપી હર્ષ શાહ તથા અખિલ ભાવસાર એસ.જી.હાઈવે, સિંધુભવન તથા ગુરૂકુળ વિસ્તારમાં અલગ-અલગ ગ્રાહકોને ચરસનું વેચાણ કરતાં હતાં. જે આરોપીઓની ધરપકડ (Ahmedabad Charas Accused) કરી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:Gujarat-Pakistan Drugs Racket: ગુજરાત ATS મુજબ અફઘાનિસ્તાનમાં થતુ પ્રોડક્શન, પંજાબમાં અંડરવર્લ્ડને મોકલવામાં આવતું ડ્રગ્સ
આ પણ વાંચો:Gujarat-Pakistan Drugs Racket: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાનો પુત્ર સહીત 6 પાકિસ્તાની આઈકાર્ડ મળ્યા