સામૂહિક આપઘાત પહેલાંના સીસીટીવી મળ્યાં, બાળકો રમતાં-રમતાં મોતના ફ્લેટમાં પહોંચ્યાં - સીસીટીવી ફૂટેજ
વટવાના સામૂહિક આપઘાતના બનાવથી શહેરમાં ચકચાર મચી ગઇ છે ત્યારે આપઘાત કર્યો તે પહેલાંના પરિવારનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં બાળકો હસતાંહસતાં 7માં માળે મોતના ફ્લેટમાં જઈ રહ્યાં છે. બાળકોએ તો ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેઓ ફ્લેટમાં ગયાં પછી ક્યારેય નીચે પરત નહીં આવે.
સામૂહિક આપઘાત પહેલાંના સીસીટીવી મળ્યાં, બાળકો રમતાંરમતાં મોતના ફ્લેટમાં પહોંચ્યાં
અમદાવાદઃ વટવા રીંગ રોડ પાસે આવેલ પ્રયોશા રેસિડેન્સીમાં 2 સગાં ભાઈઓએ પોતાના 4 સંતાનો સાથે આપઘાત કર્યો હતો. મરનાર તમામ સંતાનોની ઉમર 7 થી 12 વર્ષની હતી ,જેમાં 2 દીકરી અને 2 દીકરા હતાં. તેમના પિતા તેમને 17 જૂને ઘરેથી ફરવા જવાનું કહીને ફ્લેટ પર લાવ્યાં હતાં.ફ્લેટમાં આવ્યાં બાદ પણ બાળકો હસતાં અને રમતાં રમતાં લિફ્ટમા બેસીને ફ્લેટમાં ગયાં હતાં.