ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી કે હપ્તાખોરી, સામાન્ય લોકોમાં પોલીસને લઈ ઉદભવ્યા સવાલો

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ અને પોલીસની ખુલ્લેઆમ ચાલતી હપ્તાખોરીનો વીડિયો વાયરલ કરી બુટલેગરે ખળભળાટ મચાવી દિધો છે. શહેર કોટડા પોલીસ સ્ટેશનના વહીવટદારો કેતન, રફીક અને સર્વેલન્સ કોન્સ્ટેબલ અશોકે હપ્તા લઈ દેશી દારૂના ગેરકાયદે વેપારની મંજૂરી આપ્યા બાદ હપ્તા લઈ ધંધો બંધ કરાવી દેતા બુટલેગરે હપ્તારાજની પોલ ખોલતો વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયો પોલીસની કામગીરી પર દબાણ લાવવા પાસાના ડરથી બુટલેગરે વાયરલ કર્યાનો પોલીસનો દાવો છે, જ્યારે બીજી તરફ વાતમાં સચ્ચાઈ હોવાનો દાવો વીડિયોમાં થઈ રહ્યો છે. જો કે, ETV BHARAT આ વીડિયો અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.

By

Published : Oct 8, 2020, 1:45 AM IST

Updated : Oct 8, 2020, 5:56 AM IST

ETV BHARAT
ગુજરાતમાં દારૂબંધી કે હપ્તાખોરી, સામન્ય લોકોમાં પોલીસને લઈ ઉદભવ્યા સવાલો

અમદાવાદઃ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ અને પોલીસની ખુલ્લેઆમ ચાલતી હપ્તાખોરીનો વીડિયો વાયરલ કરી બુટલેગરે ખળભળાટ મચાવી દિધો છે. શહેર કોટડા પોલીસ સ્ટેશનના વહીવટદારો કેતન, રફીક અને સર્વેલન્સ કોન્સ્ટેબલ અશોકે હપ્તા લઈ દેશી દારૂના ગેરકાયદે વેપારની મંજૂરી આપ્યા બાદ હપ્તા લઈ ધંધો બંધ કરાવી દેતા બુટલેગરે હપ્તારાજની પોલ ખોલતો વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયો પોલીસની કામગીરી પર દબાણ લાવવા પાસાના ડરથી બુટલેગરે વાયરલ કર્યાનો પોલીસનો દાવો છે, જ્યારે બીજી તરફ વાતમાં સચ્ચાઈ હોવાનો દાવો વીડિયોમાં થઈ રહ્યો છે. જો કે, ETV BHARAT આ વીડિયો અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.

ગુજરાતમાં દારૂબંધી કે હપ્તાખોરી, સામન્ય લોકોમાં પોલીસને લઈ ઉદભવ્યા સવાલો

બુટલેગર રોનક ગારગેએ વાયરલ કરેલા વીડિયોમાં દાવો કર્યો છે કે, શહેર કોટડા પોલીસ સ્ટેશનના વહીવટદાર રફીકભાઈ અને કેતનભાઈએ રૂપિયા 15,000 હજાર નક્કી કરી રોનકને દેશી દારૂના ધંધાની મંજૂરી આપી હતી, પરંતુ રોનકે હપ્તાની રકમ ચૂકવી દેશી દારૂનો ગેરકાયદે વેપાર શરૂ કર્યો તે બાદ સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ અશોકભાઈએ ફોન કરી દસ દિવસની એડવાન્સ રકમ આપવા અંગે જણાવ્યું હતું. આ રમક બુટલેગરે પોલીસને ચૂકવી હતી. આમ છતાં પોલીસે અચાનકત રોનકનો ધંધો બંધ કરવી દીધો છે.

વધુમાં બુટલેગરે જણાવ્યું કે, પોલીસ પાસે તેમના 2 લાખ રૂપિયા ફસાયા છે. જેથી તે વીડિયો વાયરલ કરવા મજબૂર બન્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરકોટડા પોલીસ પર અનેક સવાલ ઉભા થયા છે. જો કે, આ બુટલેગર વિરુદ્ધ પણ અત્યાર સુધીમાં લગભગ 11 જેટલા પ્રોહીબ્રિશનના ગુના નોંધાઈ ચુક્યા છે.

બુટલેગરનો કથિત વીડિયો વાયરલ થતા ACPએ તપાસ શરૂ કરી છે. આ અંગે D ડિવિઝનના ACP હિતેષ ધાધલિયાએ જણાવ્યું કે, એક મહિનામાં શહેરકોટડા પોલીસ મથકમાં બુટલેગર રોનક સામે 2 કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેની સામે પાસાની તૈયારી હોવાથી બુટવેગરે આ આક્ષેપ કર્યા છે.

આ અંગે શહેરકોટડા પોલીસ સ્ટેશનના PI વી.આર.વસાવાએ દાવો કર્યો કે, તેમને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મળ્યાનો એક મહિનો થયો છે. આ દરમિયાન ઠેર ઠેર દારૂની રેડ કરી 9 લોકોને પાસા ભરવામાં આવી છે. રોનકને દારૂના કેસમાં અટક કર્યો તે પછી બીજા 2 કેસમાં તેનું નામ ખુલ્યું હતું. આરોપીની પાસા ભરવાની કાર્યવાહી ચાલી રહી હતી. એ બાબતે આરોપી રોનકને જાણ થઈ જતાં તેણે પોલીસને બદનામ કરવા અને પોલીસ કાર્યવાહી ના કરે તે માટે આ કૃત્ય કર્યું છે.

Last Updated : Oct 8, 2020, 5:56 AM IST

ABOUT THE AUTHOR

...view details