અમદાવાદઃ કોર્ટે નોંધ્યું છે કે, કોરોના મહામારીને પગલે બંને જેલમાં બંધ અંડર ટ્રાયલ કેદીઓને ટેલિફોન કે વીડિયો કોલિંગ સિસ્ટમથી પરિવારજનો સાથે વાતચીત કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટના આરોપી કે હાલ અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ અને ભોપલની જેલમાં બંધ છે. તેઓ ટેલિફોન કે વીડિયો કોલિંગ સિસ્ટમથી પરિવારજનો સાથે વાતચીત કરી શકે એ શ્રેણીમાં આવતાં ન હોવાથી તેમને વાતચીત કરવાની જેલ સત્તાધીશો દ્વારા પરવાનગી આપવામાં આવતી નથી. કોરોના મહામારીમાં કેદીઓને આપવામાં આવતી છૂટ મુદ્દે સરકાર દ્વારા સ્પષ્ટ નિર્દેશ જારી કરવામાં આવ્યાં છે અને નિયમો પ્રમાણે આરોપીઓ લાભ મેળવવા લાયક નથી.
અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસ: કોર્ટે આરોપીઓની પરિવારજનો સાથે ટેલિફોન કે વીડિયો કોલિંગથી વાતચીતની માગ કરતી અરજી ફગાવી - મધ્યપ્રદેશ
વર્ષ 2008 અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલ અને ભોપાલ જેલમાં બંધ આરોપીઓએ કોરોના મહામારી હોવાથી પરિવારોજનો સાથે ટેલિફોન અથવા વીડિયો કોલિંંગ સિસ્ટમ થકી વાત કરવાની માગ સાથે દાખલ કરેલી બે અરજી અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી હોવાનું સામે આવ્યું છે.
![અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસ: કોર્ટે આરોપીઓની પરિવારજનો સાથે ટેલિફોન કે વીડિયો કોલિંગથી વાતચીતની માગ કરતી અરજી ફગાવી અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસ: કોર્ટે આરોપીઓની પરિવારજનો સાથે ટેલિફોન કે વિડીયો કોલિંગથી વાતચીતની માગ કરતી અરજી ફગાવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7941237-thumbnail-3x2-blastcase-7204960.jpg)
અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસ: કોર્ટે આરોપીઓની પરિવારજનો સાથે ટેલિફોન કે વિડીયો કોલિંગથી વાતચીતની માગ કરતી અરજી ફગાવી
અગાઉ આ 10 આરોપીઓ દ્વારા મધ્યપ્રદેશમાં યોજાયેલા કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલથી ભોપાલ જેલમાં લઈ જવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. આ 10 આરોપીઓ મધ્ય પ્રદેશના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યાં છે. સ્પેશિયલ કોર્ટે અગાઉ આરોપીઓને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવાનો મધ્ય પ્રદેશ સરકારને આદેશ કર્યો હતો. જો કે, તેનું પાલન ન કરતાં કોર્ટે મધ્ય પ્રદેશ સરકાર સામે કન્ટેમ્પ્ટ પિટિશન પણ દાખલ કરી હતી.