- અમદાવાદના કોલ સેન્ટરનું અમેરિકા કનેક્શન
- અમેરિકન એજન્સીની માહિતીના આધારે આરોપી ઝડપાયા
- કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ રવિ રામી પોલીસના સકંજામાં
- અમેરિકન નાગરિકોના ડેટા બેંગલોર અને હૈદરાબાદમાં વેચાતા
અમદાવાદઃ શહેરમાં સાઈબર ક્રાઈમમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં એક બોગલ કોલ સેન્ટર ઝડપાયું છે, જેનું અમેરિકા કનેક્શન સામે આવ્યું છે. સાઈબર ક્રાઈમ પોલીસે રવિ ઈન્દ્રવદન સ્વામી અને પાર્થ ગૌતમ ભટ્ટ નામના 2 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે માસ્ટર માઈન્ડ આરોપી રવિ રામી અમેરિકન નાગરિકોના રૂપિયા વિમાન ગુગલ પ્લેકાર્ડમાં તથા જુદા જુદા ગિફ્ટ કાર્ડનું પ્રોસેસિંગ કરવામાં માહેર હતો. આરોપી પાર્થ ભટ્ટ અમેરિકન નાગરિકોને ફેક કોલ સેન્ટરમાંથી લોન આપનારી કંપનીના અધિકારી તરીકે ફોન કરી અલગ-અલગ ગિફ્ટ કાર્ડમાં રૂપિયા નાખવાનું કહેતો અને બાદમાં તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવા માસ્ટર માઈન્ડ રવિ રમીને કાર્ડ આપવામાં આવતા, પરંતુ આ ભેજાબાજ આરોપીઓના કૌભાંડની માહિતી મળતા સાયબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો-આફ્રીકન ગેંગનો ભારતમાં આતંક, વડોદરાના વેપારીના રૂપિયા 19 લાખ પડાવ્યા
આરોપીઓ ગિફ્ટ કાર્ડ મોકલી છેતરપિંડી કરતા હતા
આ અંગે મળતી માહિતી મુજબ, સાયબર ક્રાઈમને અમદાવાદથી લઈને અમેરિકા સુધીના બોગસ કોલ સેન્ટરના કનેક્શનનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે, જેમાં બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ રવિ રામીને ઝડપી લીધા બાદ કોલ સેન્ટરની કૌભાંડી દુનિયામાં ચકચાર વ્યાપી ગઈ છે. રવિ રામી અને તેનો સાગરિત પાર્થ ભટ્ટ સાયબર ક્રાઈમના સકંજામાં આવતા બોગસ કોલ સેન્ટરના અને કૌભાંડ સામે આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ગિફ્ટ કાર્ડમાં આવતા વિદેશી નાણાં ભારતીય નાણામાં રૂપાંતરિત કરવાનું એટલે કે, પ્રોસેસિંગ કરવાનું કામ માસ્ટર માઇન્ડ આરોપી રવિ રામીનું છે ત્યારે અગાઉ પણ આરોપી રવિ રામી કોલ સેન્ટરના કૌભાંડમાં ઝડપાઈ ચૂક્યો છે. આ વખતે આરોપી રવિને ઝડપીને સાયબર ક્રાઈમ દ્વારા અમદાવાદથી અમેરિકા સુધીના તમામ બોગસ કોલ સેન્ટરના કનેક્શનનો પર્દાફાશ કરવા તપાસનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો-બોગસ વેબસાઈટ બનાવી 71 વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી
પોલીસે અન્ય 2 આરોપીને પકડવા તૈયારી કરી
સાઈબર ક્રાઇમ દ્વારા પકડવામાં આવેલા બોગસ કોલ સેન્ટરના બંને ભેજાબાજ શખ્સોની સાથે સાથે અમેરિકન નાગરિકોના ડેટા લઈ બોગસ કોલ સેન્ટર ચલાવતા બેંગ્લોરના વિશાલ પટેલ તથા હૈદરાબાદના રવી ક્રિશ્ચિયનના નામ તપાસમાં ખૂલ્યા છે. તો આ બં આરોપીને પકડવા માટે પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. નોંધનીય છે કે, બોગસ કોલ સેન્ટરનું કૌભાંડ આટલેથી અટકતું નથી. રવિ રામીની પૂછપરછમાં અનેક બોગસ કોલ સેન્ટર અને આરોપીઓના નામ સામે આવે તેવું પોલીસ માની રહી છે પણ હવે જોવાનું એ રહેશે કે સાયબર ક્રાઇમ આ ભેજાબાજ આરોપીઓ પાસેથી માહિતી કેવી રીતે કઢાવે છે.