- કોરોના કાળમાં બ્લડ બેન્કમાં બ્લડની અછત
- BJPને 7 વર્ષ પૂર્ણ થયા તે માટે રક્તદાન શિબીરનું આયોજન
- 100 બોટલ બ્લડ એકઠુ કરવામાં આવ્યું
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીની સરકારને કેન્દ્રમાં સાત વર્ષ પૂર્ણ થયા તેના અનુસંધાને પાર્ટી દ્વારા સમાજમાં સેવાના ભાગરૂપે પાટડી ભાજપ સંગઠન દ્વારા માંડલ તાલુકાના ફુલકી ગામે સિધ્ધેશ્વર હનુમાનજી સેવા સંકુલમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું.
આ પણ વાંચો :કેન્દ્ર સરકારમાં ભાજપે 7 વર્ષ પૂર્ણ કર્યા હોવાથી નડીયાદમાં ભાજપ મહિલા મોરચાએ રક્તદાન કેમ્પ યોજ્યો
રક્તદાન કેમ્પ યોજાયો
કોરોના મહામારી બાદ અને બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાઈ છે, તેને ધ્યાનમાં રાખીને લોકોને રક્તદાન કરવા માટે વારંવાર બ્લડ બેન્ક દ્વારા અપીલ કરવામાં આવે છે. પાટડી ભાજપ સંગઠન દ્વારા સેવાના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઈફ લાઈન બ્લડ બેન્ક ઉપસ્થિત રહી 100 જેટલી બોટલો એકઠી કરી હતી. પાટડી તાલુકામાં સૌથી વધારે વખત રક્તદાન કરનાર દાતા કાંતિભાઈ પરમાર રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી તેમને પણ રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો : મોદી સરકારના 7 વર્ષ બેમિસાલ, દમણ ભાજપના રક્તદાન કેમ્પમાં માત્ર 4 યુનિટ રક્ત એકત્ર થયું