અમદાવાદના સંશોધકે બનાવ્યું UV કિરણો આધારિત રોબોટિક સેનિટાઈઝર મશીન - સેનિટાઈઝર રોબોટ આઈ ક્રિએટ
આઇ ક્રિએટના અમદાવાદી સંશોધકે નવીન સંશોધનકાર્ય તરીકે ઔદ્યોગિક અને વ્યવસાયિક ઉપયોગ માટે રોબોટ આધારિત સેનિટાઇઝિંગ મશીન બનાવ્યું છે. હાલમાં કોરોના વાયરસથી બચાવ માટે સેનિટાઈઝિંગ કરવું જીવનનો અભિન્ન હિસ્સો બની રહ્યું છે તેવામાં આ પ્રકારનું સંશોધન કાર્ય આત્મનિર્ભર ભારત તરફની આગવી પહેલ બની રહેશે.
અમદાવાદના સંશોધકે બનાવ્યું UV કિરણો આધારિત રોબોટિક સેનિટાઈઝર મશીન
અમદાવાદઃ સુકેત અમીનના પિતાની અમદાવાદમાં એક ફેકટરી છે અને તેઓ કોરોના વાયરસને લઈને ફેક્ટરીને સલામત બનાવવા અને તેના કામદારો માટેની સ્વચ્છતાની ચિંતામાં હતાં.આ વાતે સુકેતને એક વિશિષ્ટ યુવી કિરણો આધારિત સેનિટાઇઝિંગ ડિવાઇસ તરીકે ઉપયોગમાં લઇ શકાય તેવો UV કિરણોથી સજ્જ ઇલેક્ટ્રિક રોબોટને સંશોધિત કરવાનો વિચાર આપ્યો. અલ્ટ્રાવાયોલેટ કિરણો જે 99% વાયરસનો નાશ કરે છે.
જો કે આ કિરણો મનુષ્ય માટે પણ હાનિકારક છે.તેથી જ આંખો અને ત્વચાને તેમનાથી સુરક્ષિત રાખવી આવશ્યક છે.