- સંગીતકાર અલગ અલગ હોસ્પિટલમાં દર્દીઓનું કરે છે મનોરંજન
- સંગીતકાર જૂના અને નવા ગીતો ગાઈને દર્દીઓને કરે છે પ્રોત્સાહિત
- દર્દીઓના સારા થયા બાદ સગાં સોશિયલ મીડિયાથી ધન્યવાદના મેસેજ મોકલાવે છે
અમદાવાદઃ કોરોના કાળમાં દરેક વ્યક્તિ માનસિક ટ્રોમાથી પસાર થઇ રહ્યો છે. આ સમયમાંથી પસાર થવું મોટા સંઘર્ષથી ઓછું નથી. વળી સૌથી મોટી સમસ્યા તો એ દર્દીઓ માટે છે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આવા સમયે જો કોઈ દેવદૂત બની ચહેરાનું હાસ્ય પાછું લાવી દે તો? આવો જ એક કિસ્સો જોવા મળ્યો અમદાવાદની એક હોસ્પિટલમાં.
આ પણ વાંચોઃરાજકોટ સમરસ હોસ્ટેલમાં દર્દીઓ માનસિક તાણ ન અનુભવે તે માટે કાઉન્સિલર ટીમની અનોખી સેવા
સંગીતકાર PPE કિટ પહેરીને ICU વોર્ડમાં સંગીતની ધૂન વગાડે છે
ભયકંર વિપદાને પણ પોતાના સંગીતના માધ્યમથી હરાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદના જોએલ મુગેડા અને તેમના સાથી મિત્ર ક્રિસ ક્રિશ્ચન. જોએલ મુગેડા અને તેમની ટીમ કોવિડ હોસ્પિટલમાં જઈ દર્દીઓ વચ્ચે મ્યૂઝિકલ ઈન્ટ્રુમેન્ટ્સ સાથે પોઝિટિવ અને ઉત્સાહ લાવી દેનારા સંગીતથી દર્દીઓની મદદ કરી રહ્યા છે. તેઓ PPE કિટ પહેરી હોસ્પિટલના ICU વોર્ડમાં જઈ સંગીતની ધૂન વગાડે છે. તેમની સાથો સાથ દર્દીઓ પણ બેડમાં જ સુતા સુતા ઝૂમી ઉઠે છે. આની પાછળ તેમનો ઉદ્દેશ્ય દર્દીઓને માનસિક શાંતિ, હૂંફ મળે અને, તેઓ ઝડપથી સાજા થાય તેવો છે. તેઓ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં જઈ રહ્યા છે.