અમદાવાદઃ આવતીકાલે હોટ સ્ટાર સ્પેશિયલ પર રિલિઝ થનારી #HUNDRED વેબ સિરીઝમાં સ્મિતનો અદભુત અભિનય આ વાતની સાક્ષી પૂરે છે. આ વેબ સિરીઝમાં મિસ યુનિવર્સ રહી ચુકેલી લારા દત્તા તથા સુપર હિટ મરાઠી ફિલ્મ "સૈરાટ" ની હિરોઈન રિંકી રાજગુરુ મુખ્ય ભૂમિકામાં છે. સ્મિત રિંકી રાજગુરુના નાના ભાઈના રોલમાં જોવા મળે છે.
અમદાવાદનો બાળકલાકાર સ્મિત જેઠવા નવી વેબ સિરીઝમાં ચમક્યો - બાળકલાકાર સ્મિત જેઠવા
હાલમાં ફિલ્મ કરતાં પણ વધારે પણ ચલણ હોય તો તે છે વેબ સીરીઝ. દિવસેને દિવસે વેબ સીરીઝ જોનાર વર્ગનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે અમદાવાદનો એક બાળક, જેનું નામ છે સ્મિત જેઠવા, માત્ર 12 વર્ષ ઉમરમાં સાબિત કરી બતાવ્યું કે જો તમારામાં કઈ કરવાની ધગશ હોય તો સંસારની કોઈપણ શક્તિ તમને ક્યારેય રોકી શકતી નથી.
3 થી 4 શોર્ટ ફિલ્મમાં કામ કર્યું અને પછી ફિલ્મ અને અભિનય જગતમાં ગણાતાં મોટા દિગ્ગજો જોડે કામ કરી રહ્યો છે. હાલ ઓનલાઇન વેબ સિરીઝની ખૂબ જ બોલબાલા છે, જેમાં મોટા બજેટની ફિલ્મોને ટક્કર આપે તેવી વેબ સીરીઝો પણ બની રહી છે, અને બોલિવૂડના મોટા કલાકારો પણ આ વેબ સિરીઝમાં જોવા મળી રહ્યાં છે. આ મોટા કલાકારોની વચ્ચે સ્મિતે પણ પોતાની આગવી ઓળખ ધીમી પણ મક્કમ ગતિએ સફળતા તરફ આગળ વધારી છે.
આપણે આશા રાખીએ છીએ કે સ્મિત પોતાના જીવનમાં ખૂબ ઉંચા સફળતાના શિખરો સર કરી એના માતાપિતા અને અમદાવાદનું નામ રોશન કરે.