- કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાના ભરડામાં
- બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે ટ્વીટ કરીને આપી માહિતી આપી
- ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને હર્ષદ રિબાડિયા પણ થયા હતા કોરોનાગ્રસ્ત
અમદાવાદ : મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા દર વર્ષે યોજાતો સ્નેહમિલનનો કાર્યક્રમ આ વખતે કોરોનાના લીધે રદ્દ કરવામાં આવ્યો છે, પરંતુ તેનાથી કોરોના અટક્યો નથી. લોકોની બજારમાં ભીડ વધી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જેવું કંઇ રહ્યું નથી. આ સાથે જ લોકો ફરજિયાત માસ્કના નિયમને પણ નેવે મૂકી રહ્યા છે. લોકોની બેદરકારીને કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ લેતો નથી. કોરોના સંક્રમણથી નેતાઓ પણ બાકાત રહ્યા નથી. શુક્રવારના રોજ અમદાવાદના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે.
અમદાવાદના વધુ એક ધારાસભ્ય કોરોનાગ્રસ્ત
અમદાવાદના બાપુનગર મતવિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોરોના સંક્રમિત થયા છે. હિંમતસિંહ પટેલે આ અંગે ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તેમજ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબાડિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતા.