શહેરના સંવેદનશીલ વિસ્તારો જેવા કે દરિયાપુર, કાલુપુર, ત્રણ દરવાજા, જમાલપુર, જુહાપુરા વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસકર્મીઓ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. લોકોની ભીડ એકઠી ના થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં CAAનો વિરોધ, પોલીસ એલર્ટ-ચુસ્ત બંદોબસ્ત - gujaratpolice
અમદાવાદ : નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન રાખવામાં આવ્યું છે. ત્યારે બંધના એલાનને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ના બને અને અસામાજિક તત્વો દ્વારા માલ-મિલકતને નુકસાન પહોંચાડવામાં ન આવે તે માટે સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
![અમદાવાદમાં CAAનો વિરોધ, પોલીસ એલર્ટ-ચુસ્ત બંદોબસ્ત અમદાવાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5425089-thumbnail-3x2-sdf.jpg)
etv bharat
પોલીસ બંદોબસ્ત
અમદાવાદ શહેર પોલીસ તરફથી ટ્વિટર પર ટ્વિટ કરીને પણ માહિતી આપવામાં આવી છે કે, પોલીસ દ્વારા આજે રેલી કે પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવી નથી. નાગરિકોને શાંતિ જાળવવા વિનંતી છે .બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્નો કરવાવાળા પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.