ગુજરાત

gujarat

ETV Bharat / city

હાટકેશ્વરમાં 72 કિલોની કેક બનાવી ઉજવાયો પીએમ મોદીનો જન્મદિવસ - પીએમ મોદી વૈશ્વિક યોગદાન

આજે સમગ્ર દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અલગ અલગ પ્રકારે ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા રોશન બેકરીના માલિક અતિકભાઇ અન્સારીએ 14 ફૂટ જેટલી લાંબી કેક (PM Modi Birthday cake in Ahmedabad) બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ જ ભવ્ય અને ફટાકડા ફોડીને ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

હાટકેશ્વરમાં 72 કિલોની કેક બનાવી ઉજવાયો પીએમ મોદીનો જન્મદિવસ
હાટકેશ્વરમાં 72 કિલોની કેક બનાવી ઉજવાયો પીએમ મોદીનો જન્મદિવસ

By

Published : Sep 17, 2022, 5:51 PM IST

અમદાવાદવડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસે14 ફૂટ જેટલી લાંબી કેક અતિક અન્સારી દ્વારા બનાવવામાં આવી હતી. આનોખી કેકને કાપીને વડાપ્રધાન મોદીને ખૂબ જ શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આની સાથે જ એક કોમી એકતાનો સંદેશો પણ તેમના દ્વારા પાઠવવામાં આવ્યો હતો.

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા રોશન બેકરીના માલિક અતિકઅન્સારીએ 14 ફૂટ જેટલી લાંબી કેક બનાવી

72 કિલો અને 14 ફૂટ લાંબી કેક અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં (Ahmedabad Hatkeswar area) આવેલા બેકરીના માલિક અતિક અન્સારીએ 14 ફૂટ જેટલી લાંબી કેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસે નિમિતે બનાવી હતી. અતિક અન્સારીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસે હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું (Best wishes to PM Modi from Cake Shop Owner) છું. વડાપ્રધાન મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે મને વિચાર આવ્યો હતો. તેથી કાઉન્સિલરો સાથે મળીને 72 કિલો અને 14 ફૂટ લાંબી કેકનું (Ahmedabad Bakery Owner make Giant Cake) બનાવવાનું આયોજન કર્યું હતું. આ અનોખી કેક કાપીને નાગરિકોમાં વહેંચી દેવામાં આવી હતી.

ભારત દેશને વૈશ્વિક ટોચે પ્રસ્થાપિત કરે તેવી શુભકામનાઓમોદીજીના જન્મદિન નિમિત્તે ખાસ કરીને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીના વૈશ્વિક યોગદાનને (PM Modi Global Contribution) યાદ કરીને ભારત દેશને વધુમાં વધુ વૈશ્વિક ટોચે પ્રસ્થાપિત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. દેશનો આગામી દોર પણ એમના જેવા જ નેતૃત્વમાં સુરક્ષિત રહે. એવી કામના પણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details