ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં 45 મિનિટ સુધી ATM તોડવાનો પ્રયાસ કર્યો, અંતે નિરાશ થઈ ચોર સરકી ગયો - SBI

શહેરમાં ATM તોડીને ચોરી કરવાના અનેક બનાવો સામે આવે છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ATM તોડીને ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ ચોર દ્વારા કરવામાં આવ્યો. અંતે નિરાશ થઈને ચોર જતો રહ્યો. આ મામલે સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ - 45 મિનિટ સુધી ATM તોડવાનો પ્રયાસ કર્યો,અંતે નિરાશ થઈ ચોર સરકી ગયો
અમદાવાદ - 45 મિનિટ સુધી ATM તોડવાનો પ્રયાસ કર્યો,અંતે નિરાશ થઈ ચોર સરકી ગયો

By

Published : Jul 16, 2020, 6:53 PM IST

અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારના ધર્મનગરમાં સિંધી માર્કેટ પાસે આવેલ SBI બેંકના ATM માં 6 જુલાઈ રાતના સમયે એક શખ્સ દ્વારા ATM તોડીને ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ 45 મિનિટ સુધી ATM તોડવાનો પ્રયત્ન કર્યા છતાં ATM તૂટ્યું નહોતું જેથી ચોર નિરાશ થઈને પાછો ફર્યો હતો.

અમદાવાદ - 45 મિનિટ સુધી ATM તોડવાનો પ્રયાસ કર્યો,અંતે નિરાશ થઈ ચોર સરકી ગયો
આ મામલે બેન્ક દ્વારા સાબરમતી પોલોસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસ આ મામલs સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details