ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ ATSએ 1 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આંતરરાષ્ટ્રીય કિંમત રૂ.5 કરોડ હોવાનું અનુમાન - ક્રાઈમ

અમદાવાદ ATSને વધુ એક સફળતા મળી છે. ATSની ટીમે મુંબઇથી આવતા ઇસમની 1 કરોડની કિંમતના એક કિલો ડ્રગ્સ સાથે ઘરપકડ કરી છે. કાર્યવાહી માટે ATSની ટીમે વોચ રાખીને આરોપીને શાહીબાગથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલા એક કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત પાંચ કરોડ હોવાનું અનુમાન છે. જેમાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ એટીએસે 1 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આંતરરાષ્ટ્રીય કીમત 5 કરોડ હોવાનું અનુમાન
અમદાવાદ એટીએસે 1 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આંતરરાષ્ટ્રીય કીમત 5 કરોડ હોવાનું અનુમાન

By

Published : Jan 20, 2021, 8:00 PM IST

  • એ.ટી.એસને વધુ એક સફળતા મળી
  • 1 કરોડની કિંમતના એક કિલો ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ
  • મેથામ્ફેટામાઇન ડ્રગ્સ હોવાનું સામે આવ્યું
  • શાહીબાગ ખાતેથી આરોપીની ધરપકડ કરી
    ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5 કરોડ હોવાનું અનુમાન

અમદાવાદઃ અમદાવાદમાં એ.ટી.એસની ટીમે ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી. જેમાં આરોપી પાસેથી બે ખાખી પડીકામાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. ગુજરાત એ.ટી.એસને બાતમી મળી હતી કે મુંબઇથી ગેરકાયદેસર એક ઇસમ ડ્રગ્સનો મોટો જથ્થો લઇને આવી રહ્યો છે. તેના આધારે વોચ રાખીને એ.ટી.એસે સુલતાન શેખ નામના શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે આરોપી ડ્રગ્સને અમદાવાદમાં મુસા સુહાગ કબ્રસ્તાન પાસે એક ઇસમને આપવાનો હતો.

ડ્રગ સપ્લાયર ચેઇન શોધવાના પ્રયાસ

ગુજરાત ATS વધુ તપાસ હાથ ધરતા માલુમ પડ્યું કે મેથામ્ફેટામાઇન નામનું ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5 કરોડ હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. આરોપીની સાથે કોણ કોણ સંડોવાયેલ છે અને કોની પાસેથી ડ્રગ્સ ખરીધું હતું તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details