ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: ATSએ વલસાડથી 274 ગ્રામ MD ડ્રગ્સ સાથે 4ને ઝડપી લીધા - વલસાડ પોલીસ

ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. વલસાડના ભીલડીમાંથી 4 આરોપીઓને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા છે. ગુજરાત ATSની ટીમે આરોપીઓ પાસેથી 274 ગ્રામના MD ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો. જેની કિંમત રૂપિયા 27 લાખ 43 હજાર છે. હાલ આરોપીઓને વલસાડ પોલીસને સોંપવામાં આવ્યા છે.

MD ડ્રગ્સ
MD ડ્રગ્સ

By

Published : Nov 12, 2020, 10:54 PM IST

  • ગુજરાત ATSને વધુ એક સફળતા મળી
  • 274 ગ્રામ MD ડ્રગ્સ સાથે 4 ઝડપાયા
  • ATSએ 27 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું

અમદાવાદ: ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. વલસાડના ભીલડીમાંથી 4 આરોપીઓને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા છે. ગુજરાત ATSની ટીમે આરોપીઓ પાસેથી 274 ગ્રામના MD ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો. જેની કિંમત રૂપિયા 27 લાખ 43 હજાર છે. હાલ આરોપીઓને વલસાડ પોલીસને સોંપવામાં આવ્યા છે.

કેવી રીતે ઝડપાયું ડ્રગ્સ?

ATSને બાતમી મળી હતી કે, વલસાડની હોટલમાં MD ડ્રગ્સની હેરાફેરી થઈ છે. મળેલી બાતમીને આધારે ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે મુંબઇનો અશરફખાન અને ભરૂચનો સિરાઝ MD ડ્રગ્સની ડિલેવરી આપવા માટે લઈ આવ્યા હતા. ભરૂચનો યાહિયા પટેલ અને સુરતનો તોસિફ તોયલા પાસેથી તેઓ MD ડ્રગ્સની ડિલેવરી લેવા આવ્યા હતા. ભિલાડની રાધે હોટેલના પાર્કિંગમાં ડિલિવરી કરી રહ્યા હતા, તે દરમિયાન જ ATSએ ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા.

આરોપીઓને પકડીને વલસાડ SOGને સોંપાયા

ATS એ કુલ 27,43,000ની કિંમતનું ડ્રગ્સ ઝડપી લીધું છે. હાલ આ આરોપીઓને પકડીને વલસાડ SOGને સોંપવામાં આવ્યા છે. આ મામલે આગળની તપાસ વલસાડ SOG દ્વારા કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details