અમદાવાદ: ATSના પીઆઈ એચ.કે.ભરવાડને બાતમી મળી હતી કે, નસરુદ્દીન ઉર્ફે નાન્નું અને જાવેદઅલી ગેરકાયદે મેથાએમ્ફેટામાઈન નામના ડ્રગ્સનો ધંધો અમદાવાદમાં કરે છે. બંને આરોપી સ્વીફ્ટ ગાડીમાં દાણીલીમડા ઢોરબજારથી સુએજ ફાર્મ રોડ પર થઇ શાસ્ત્રી બ્રિજના રસ્તે જૂહાપુરા તરફ જઈ રહ્યાં હતાં, જેમની શાસ્ત્રી બ્રિજ પાસે જ ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ ATSએ 38 લાખના મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી - DGP
અમદાવાદ ATSએ 380 ગ્રામ માદક પદાર્થ મેથાએમ્ફેટામાઈનના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ અમદાવાદના જ છે અને બન્ને પાસેથી 380 ગ્રામ મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કીંમત 38 લાખ રૂપિયા છે. બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
અમદાવાદ ATSએ 38 લાખના મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી
બંનેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, નસરુદ્દીન જૂહાપુરા અને જાવેદઅલી જમાલપુરનો રહેવાસી છે. આ જથ્થો મધ્યપ્રદેશમાં આવેલ પ્રતાપગઢના અકબરખાન પઠાણ પાસેથી ખરીદ્યો હતો. આ જથ્થો કોને આપવાના હતાં અને અત્યાર સુધી કેટલું ડ્રગ્સ લાવ્યાં છે તે મામલે ATS દ્વારા વધુ પૂછપરછ કરાઈ રહી છે. બંનેની પૂછપરછમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતા છે.