ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ ATSએ વધુ 50 હથિયારો સાથે 10 આરોપીઓની કરી ધરપકડ - ગુજરાતમાં ગેરકાયદેસર હથિયારની હેરાફેરી

અમદાવાદ ATSની ટીમે રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ત્યારે મંગળવારના રોજ 50 હથિયારો સાથે 10 આરોપીઓની ધરપકડ કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં દરોડા પાડી અને આ હથિયાર જપ્ત કર્યા છે.

અમદાવાદ ATS
અમદાવાદ ATS

By

Published : Jun 30, 2020, 3:07 PM IST

Updated : Jun 30, 2020, 4:30 PM IST

અમદાવાદઃ ATSની ટીમે રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ગત અઠવાડિયે રાજ્યના પાંચ અલગ-અલગ જિલ્લામાં દરોડા પાડી 54 વધુ હથિયાર જપ્ત કરી 9 આરોપીની ધરપકડ કર્યા બાદ આજે મંગળવારે 50 હથિયારો સાથે 10 આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ ATSની મોટી સફળતા

  • 50 ગેરકાયદેસર હથિયારો સાથે 10 આરોપીઓની ધરપકડ
  • આ પહેલા પણ 20 જૂને 54 હથિયારો સાથે 9 આરોપીઓની ધરપકડ કરી હતી
  • રાજ્યમાં વધી રહ્યું છે ગુનાખોરીનું પ્રમાણ
  • કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિત જિલ્લાઓમાં પોલીસે પાડ્યા હતા દરોડા
    ગેરકાયદેસર હથિયારો

આ પહેલા પણ ATS તરફથી જે 54 હથિયાર કબજે લેવામાં આવ્યા હતા. તેમાં પણ મોટાભાગના હથિયાર વિદેશી હતા. ATSની તપાસમાં સામે આવ્યું છે કે, આ હથિયાર સ્મગલિંગથી લાવવામાં આવતા હતા. જેમાં નેપાળ બોર્ડરનો ઉપયોગ થતો હતો.

આ હથિયારો મામલે ગુપ્તા ગન હાઉસની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. ગુપ્તા ગન હાઉસનો માલિક આ હથિયારો મંગાવી પોતાના ગન હાઉસના ચોપડે ખોટી રીતે દર્શાવી અન્ય ગન હાઉસને આપી દીધા છે, તેવું બતાવી અન્ય લોકોને વેચી દેતો હતો.

નોંધનીય છે કે, આ હથિયારો કેટલાંક નામચીન વ્યક્તિઓ પણ ખરીદ્યા હતા. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ATS કાર્યવાહી કરી રહી છે. હાલ અમદાવાદમાં ગેરકાયદેસર ગનની ડિલ કરતા ગન હાઉસના માલિક તરુણ ગુપ્તાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.

Last Updated : Jun 30, 2020, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details