ગુજરાત

gujarat

ETV Bharat / city

રાષ્ટ્રીય રમતમાં ફરી વાગ્યો ગુજરાતનો ડંકો, એક શિક્ષિકાએ અન્ય રમતવીરોને આ રીતે હંફાવી નાખ્યા - અમદાવાદ દસ્ક્રોઈનાં રમતવીર દર્શના પટેલ

વડોદરામાં 16થી 19 જૂન ત્રણ દિવસ યોજાયેલી નેશનલ ઓપન માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં (National Open Masters Athletic Championship) અમદાવાદનો ડંકો વાગ્યો છે. અહીં દસ્ક્રોઈનાં શિક્ષિકાએ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ સમગ્ર દેશમાં (Ahmedabad Athlete won gold medal) ગુજરાતનું નામ ઊંચું કર્યું છે.

રાષ્ટ્રીય રમતમાં ફરી વાગ્યો ગુજરાતનો ડંકો, એક શિક્ષિકાએ અન્ય રમતવીરોને આ રીતે હંફાવી નાખ્યા
રાષ્ટ્રીય રમતમાં ફરી વાગ્યો ગુજરાતનો ડંકો, એક શિક્ષિકાએ અન્ય રમતવીરોને આ રીતે હંફાવી નાખ્યા

By

Published : Jun 20, 2022, 8:14 AM IST

Updated : Jun 20, 2022, 8:32 AM IST

અમદાવાદઃ વડોદરામાં માંજલપુર સ્પોર્ટ્સ સંકુલ (Vadodara Manjalpur Sports Complex) ખાતે 16થી 19 જૂન 2022 દરમિયાન નેશનલ ઓપન માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપ સ્પર્ધા (National Open Masters Athletic Championship) યોજાઈ હતી, જેમાં અમદાવાદનાં દસ્ક્રોઈનાં શિક્ષિકા દર્શના પટેલે (An athlete from Ahmedabad Daskroi Darshana Patel) ગોલ્ડ મેડલ (Ahmedabad Athlete won gold medal) જીતીને સમગ્ર દેશમાં ગુજરાતનો ડંકોવગાડી દીધો છે. તેમણે રાષ્ટ્રીય સ્તરની ચક્ર ફેંક અને હેમર થ્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેમણે ચક્ર ફેકમાં ગોલ્ડ મેડલ અને હેમર થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ગયા વર્ષે હરિયાણામાં મેડલ જીત્યો હતો

આ પણ વાંચો-world disable day 2021: જીવનના અનેક પડકારો ઝીલી ભારતનું નામ રોશન કરનાર દિવ્યાંગ ખેલાડી ભીમા ખૂટી વિશે જાણો...

શિક્ષિકાને પરિવારનો સપોર્ટ -આ અંગે વાત કરતાં રમતવીર દર્શના પટેલે (An athlete from Ahmedabad Daskroi Darshana Patel) જણાવ્યું હતું કે, નાનપણથી જ રાજ્ય કક્ષાએ અઢળક મેડલ્સ જીત્યા પછી રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરવાનું મારું સ્વપ્ન હતું. સતત 5 વર્ષ સુધી અથાગ્ મહેનત અને પરિશ્રમ કર્યા પછી આ સિદ્ધિ પ્રાપ્ત થયાનો અને ગોલ્ડ મેડલ (Ahmedabad Athlete won gold medal) જીત્યાનો ખૂબ જ આનંદ છે. આગામી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં હજી વધારે સારુ પર્ફોમન્સ આપવા વધારે મહેનત કરીશ. મારા પરિવારનો પણ મને સતત સપોર્ટ મળતો રહ્યો છે. તેના કારણે જ હું આ સિદ્ધિ હાંસલ કરી શકી છું.

અમદાવાદના શિક્ષિકાએ નામ કર્યું રોશન

આ પણ વાંચો-Baalveer: રાજકોટના મંત્રએ સ્વિમિંગમાં દેશનું નામ રોશન કર્યું

ગયા વર્ષે હરિયાણામાં મેડલ જીત્યો હતો -રમતવીર દર્શના પટેલ (An athlete from Ahmedabad Daskroi Darshana Patel) ઘણી બધી રાષ્ટ્રીય રમત રમી ચૂક્યાં છે. વર્ષ 2021માં ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસ (All India Civil Service) હરિયાણા ખાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તેમણે સિલ્વર મેડલ મેળવ્યો હતો. તો આ વર્ષે 2022માં ફરી એક વાર પોતાના અવિરત પરિશ્રમ અને પોતાના દૃઢ આત્મવિશ્વાસના કારણે રાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ જીતી ફરી એક વાર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ તેમ જ અનેક લોકોને રમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે હંમેશાં પ્રોત્સાહિત કરીને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યાં છે.

Last Updated : Jun 20, 2022, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details