- વાસણા પોલીસે આરોપીની કરી ધરપકડ
- મહિલા PSIને નોકરી છોડાવી દેવાની ધમકી આપી હતી
- આપ પાર્ટીના પૂર્વ કાર્યકરની કરાઈ ધરપકડ
અમદાવાદ: આપ પાર્ટીના પૂર્વ કાર્યકર્તા મનીષ બ્રહ્મભટ્ટની છેતરપીંડીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મહિલા PSI એસ બી ચૌધરી દ્વારા મનીષ બ્રહ્મભટ્ટની પૂછપરછ અને અટકાયત કરવામાં આવી હતી. એ સમયે આરોપી મનીષ બ્રહ્મભટ્ટએ મહિલા અધિકારીને ધમકી આપી હતી. જે અંગે વાસણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Rape case: માસ્ક અંગે મેમોની ધમકી આપી પલસાણાના પોલીસકર્મીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું