ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં વૃદ્ધ દિવ્યાંગ કરી રહ્યા છે, અન્ય દિવ્યાંગોની સેવા - ગુજરાતમાં લોકડાઉનની અસર

કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે ભારત સરકાર દ્વારા જે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેને લઈને ગરીબોને જીવન જરૂરીયાતની વસ્તુ મળી રહેવી મુશ્કેલ બની છે, તો સામે કેટલાક સેવાભાવીઓ પણ છે કે, જેમને જરૂરિયાતમંદોને જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છે.

વૃદ્ધ દિવ્યાંગ કરી રહ્યા છે, અન્ય દિવ્યાંગોની સેવા
વૃદ્ધ દિવ્યાંગ કરી રહ્યા છે, અન્ય દિવ્યાંગોની સેવા

By

Published : Apr 24, 2020, 12:02 PM IST

અમદાવાદઃ શહેરમાં એક સેવાભાવી દિવ્યાંગ રહે છે. જેમનું નામ ધરમશીભાઈ રબારી તેઓ પોતે 62 વર્ષના છે, તે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહે છે. 2003માં તેમણે એક અકસ્માતમાં પોતાના બંને પગ ગુમાવ્યા હતા. ત્યારબાદ ઓપરેશન અને મિકેનિકલ પગથી તેમણે જિંદગીની નવી શરૂઆત કરી હતી. બે મહિનામાં તેમણે નિશ્ચય કર્યો કે, પોતે પણ દિવ્યાંગોની અને જીંદગીથી હારી ગયેલા લોકોની સેવા અને મદદ કરશે. તેઓ અમદાવાદમાં આવેલા અંધજન મંડળ સંસ્થા સાથે જોડાયા છે.

અમદાવાદમાં વૃદ્ધ દિવ્યાંગ કરી રહ્યા છે, અન્ય દિવ્યાંગોની સેવા
હાલ તેઓ આ સંસ્થાની મદદથી લોકડાઉનના સમયમાં જરૂરી રાશન કીટ દિવ્યાંગોને પહોંચાડી રહ્યા છે. તેઓ અમદાવાદના બાપુનગર, અમરાઈવાડી, નરોડા, ચીલોડા, વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં સેવા આપે છે. સાથે સાથે તેઓ કોરોના વોરિયર્સ જેવા કે, ડોક્ટર, સફાઈ કામદાર, પોલીસ કર્મચારી, મીડિયાકર્મી વગેરેનો પણ આભાર માને છે. તેઓએ ભારત દેશના નાગરિકોને અપીલ કરી હતી કે, નાગરિકો લોકડાઉન દરમિયાન ઘરમાં જ રહે જેથી કોરોના સામેનું યુદ્ધ આપણે જીતી શકીએ.
વૃદ્ધ દિવ્યાંગ કરી રહ્યા છે, અન્ય દિવ્યાંગોની સેવા

ધરમશીભાઈ પહેલા ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હતા. પરંતુ હાલ તેઓ રિક્ષા ચલાવે છે. તેઓ જરૂરિયાત મંદ અને જેમને મદદની જરૂર હોય તેવા લોકોને પોતાની રિક્ષામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વિનામૂલ્યે લઈ જાય છે અને સાથે સાથે તેની સારવાર પણ સંસ્થાઓના માધ્યમથી વિનામુલ્યે કરાવી આપે છે.

વૃદ્ધ દિવ્યાંગ કરી રહ્યા છે, અન્ય દિવ્યાંગોની સેવા

ABOUT THE AUTHOR

...view details