ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારત બંધના એલાન વચ્ચે અમદાવાદ APMC રાબેતા મુજબ ચાલુ - ભારત બંધ

ખેડૂતોના આંદોલનને લઈને આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે બંધના એલાન વચ્ચે અમદાવાદમાં APMC બજાર રાબેતા મુજબ ચાલુ જ છે. અમદાવાદ : APMC બજારની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં ત્રણ મોટા APMC બજાર આવેલા છે, જ્યાં રોજેરોજ શાકભાજી આવે છે. ત્યારે આજે બંધના એલાન વચ્ચે પણ APMC બજાર ચાલુ રાખવામાં આવ્યાં છે.

ભારત બંધના એલાન વચ્ચે અમદાવાદ APMC રાબેતા મુજબ ચાલુ
ભારત બંધના એલાન વચ્ચે અમદાવાદ APMC રાબેતા મુજબ ચાલુ

By

Published : Dec 8, 2020, 1:41 PM IST

Updated : Dec 8, 2020, 1:55 PM IST

  • apmc બજારની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • બંધના એલાન વચ્ચે apmc બજાર ચાલુ
  • બંધને apmcનું સમર્થન નહીં
  • apmc ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદઃ ખેડૂતોની ઉપજ જ્યાં વેચાણ માટે આવતી હોય છે તેવા APMCમાં ભારત બંધનું સમર્થન જોવા મળ્યું નથી.અમદાવાદમાં ત્રણ મોટા APMC બજાર આવેલા છે જ્યાં સ્થાનિક તેમ જ આંતરરાજ્ય વિસ્તારોમાંથી રોજેરોજ શાકભાજી આવે છે. ત્યારે આજે બંધના એલાન વચ્ચે પણ APMC બજાર ચાલુ રાખવામાં આવ્યાં છે. APMC બજારમાંથી કોઇપણ વેપારી કે એસોસિએશન બંધમાં જોડાયું ન હતું અને બંધને સમર્થન આપ્યું હતું.

ભારત બંધના એલાન વચ્ચે અમદાવાદ APMC રાબેતા મુજબ ચાલુ
  • રાબેતા મુજબ શાકભાજી અન્ય રાજ્યોમાંથી આવ્યાં

APMCના સેક્રેટરી દીપક પટેલના જણાવ્યા અનુસાર બંધના એલાન વચ્ચે રાબેતા મુજબ બહારના રાજ્યોમાંથી શાકભાજીની આયાત થઈ જ છે. પંજાબ, રાજસ્થાન, કર્ણાટક સહિત અનેક રાજ્યોમાંથી શાકભાજીની ગાડી રાબેતા મુજબ જ આવી છે. એક દિવસના બંધના કારણે શાકભાજીના ભાવમાં કોઇ ફરક નહીં દેખાય.ખેડૂત આંદોલનને લઈને જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તે બંધને લઈને અગામજ સમયમાં શાકભાજીના ભાવમાં વધારો નહીં થાય. શાકભાજીના ભાવ જેમ ચાલી રહ્યાં છે તેમ જ યથાવત જ રહેશે.

  • બંધને નિષ્ફળ બનાવવા તંત્રની તમામ તૈયારી

ભારત બંધ કરાવવા જે નેતાઓ અને આગેવાનોએ એલાન આપ્યું હતું, તેમની પોલીસે સવારથી જ અટકાયત કરવાની ચાલુ કરી દીધી હતી. અમદાવાદમાં હમણાં સુધી કોઈ બજાર કે દુકાન બંધ કરવામાં આવી નથી.

Last Updated : Dec 8, 2020, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details