ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં ગુલાબના ફૂલ સાથે કલેક્ટરને કોચિંગ કલાસ શરૂ કરવા શિક્ષકોએ આપ્યું આવેદન - Teachers

અનલોક શરૂ થતાં અનેક વ્યવસાયોમાં છૂટછાટ આપવામાં આવી છે ત્યારે શિક્ષણક્ષેત્રે કોચિંગ કલાસ માટે હજુ સુધી કોઈ મંજૂરી આપવામાં આવી નથી. જેથી મંજૂરી આપવામાં આવે તે માટે અમદાવાદમાં કોચિંગ ક્લાસના શિક્ષકોએ કલેકટરને ગુલાબનું ફૂલ આપી આવેદનપત્ર આપ્યું હતું.

અમદાવાદ:ગુલાબના ફૂલ સાથે કલેક્ટરને કોચિંગ કલાસ શરૂ કરવા આવેદન અપાયું
અમદાવાદ:ગુલાબના ફૂલ સાથે કલેક્ટરને કોચિંગ કલાસ શરૂ કરવા આવેદન અપાયું

By

Published : Sep 14, 2020, 1:44 PM IST

અમદાવાદઃ કોરોના મહામારીને 6 માસ જેટલો સમય વીતી ગયો છે ત્યારે હવે અનેક રોજગાર અને વ્યવસાય ઠપ થઈ ગયાં છે. જેમાં શિક્ષણ જગતમાં કોચિંગ ક્લાસીસના સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયાં છે. કેટલાક સંચાલકો અને વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન એજયુકેશન માટેની વ્યવસ્થા પણ નથી હોતી. જેથી સરકારે એજયુકેશન માટે ઓનલાઈન અભ્યાસની માર્ગદર્શક નિયમો જાહેર કર્યાં છે તે કેટલાક કોચિંગ સેન્ટર માટે વ્યર્થ છે.

અમદાવાદ:ગુલાબના ફૂલ સાથે કલેક્ટરને કોચિંગ કલાસ શરૂ કરવા આવેદન અપાયું
આ ઉપરાંત શિક્ષકો પાસે અન્ય વ્યવસાય પણ નથી જેને પગલે શિક્ષકો પણ 6 માસથી બેરોજગાર બન્યાં છે. ત્યારે સરકારને અનેક વાર રજૂઆત કર્યા બાદ પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવી રહ્યો નથી. તેથી હવે સરકાર શિક્ષકો માટે કોઈ નિર્ણય કરે તેવી માગ સાથે કોચિંગ ક્લાસના શિક્ષકોએ કલેકટરને ગુલાબના ફૂલ સાથે આવેદનપત્ર આપ્યું હતું.આગામી દિવસોમાં સરકાર દ્વારા શિક્ષકોની માગ ન સ્વીકારાય તો શિક્ષકો દ્વારા ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

ABOUT THE AUTHOR

...view details