અમદાવાદઃ સી-પ્લેન માટે 11 મીટર લાંબો અને દોઢ મીટર પહોળો ગેંગ-વે આવી પહોંચ્યો - અમદાવાદ કોર્પોરેશન
31 ઓક્ટોબરે અમદાવાદ રિવરફ્રન્ટથી સી-પ્લેન નર્મદા જવા ઉડાન ભરવા જઈ રહ્યું છે. ત્યારે તેને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રિવરફ્રન્ટ પર ફ્લોટીંગ જેટી ગોઠવ્યા બાદ ત્યાં સુધી પહોંચવા માટે હવે ગેંગ વે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જેના માટે કામગીરી જોરશોરથી કરવાં આવી રહી છે. બ્રિજને ખાસ યુએઈથી મુન્દ્રા બંદરે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને અમદાવાદ લાવવામાં આવ્યાં છે.
અમદાવાદઃ રિવરફ્રન્ટથી સી-પ્લેનની શરૂઆત પહેલાં જેટીનું કામ યુદ્ધધોરણે ચાલી રહ્યું છે. ચંદ્રનગર બ્રિજ (આંબેડકર બ્રિજ) નીચે જેટી લગાવવાનું ફાઇનલ માર્કિંગ કરવામાં આવ્યું હતું. 15000 કિલોના એન્કર નાખવામાં આવ્યાં હતાં. આ એન્કરને મજબૂત લોખંડની સાંકળ સાથે બાંધીને સાબરમતી નદીમાં નાખવામાં આવ્યાં હતાં. સાંકળ દ્વારા જેટીને ચારેતરફથી બાંધવામાં આવશે. જેથી જો સાબરમતી નદીમાં પાણી વધશે કે ઘટશે તો પણ જેટી પાણીના લેવલ અનુસાર ઉપર નીચે કરી શકાશે. જેટી પર પહોંચવા ગેંગ-વે પણ બનાવવામાં આવી રહ્યો છે. જેટીના માધ્યમથી આરામથી સી-પ્લેનની સવારી કરી શકાશે.