અમદાવાદઃઅમદાવાદ કોર્પોરેશન તરફથી નોરતાના તહેવારને (Gujarat Navratri Festival 2022) ધ્યાને લઈને એક નિર્ણય લેવાયો છે. જેમાં ATMSની કેટલીક (Ahmedabad AMTS Bus Service) બસને ધાર્મિક સ્થળ પર દોડાવવા માટે પગલાં લેવાયા છે. આ માટે ચોક્કસ બસને જે તે રૂટમાં રવાના કરવામાં આવશે. અમદાવાદશહેરીજનો (Ahmedabad Corporation AMTS) પોતાની રીતે બસ બુક કરાવીને અમદાવાદ શહેરના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. નવરાત્રી એટલે વિશ્વભરની પ્રખ્યાત અને ગુજરાતની ઓળખ સમાન તહેવાર છે.
લોકોને મોટો લાભઃ આ 10 દિવસ મા અંબાની આરાધના કરવામાં આવતી હોય .છે અમદાવાદ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ શહેરીજનો શહેરમાં આવેલા ધાર્મિક સ્થળોનું મુલાકાત લઈ શકે છે. દર્શન કરી શકે તે માટે ખાસ ધાર્મિક બસ સેવા શરૂ કરવામાં આવી છે. જે 26/9/2022 થી 5/10/2022 સુધી લાભ લઈ શકશે. અમદાવાદ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ધાર્મિક બસ સેવા શરૂ કરવામાં આવી છે.
આ મંદિરે જઈ શકાશેઃ જેના પગલે અમદાવાદના ભદ્રકાળી મંદિર લાલ દરવાજા, મહાકાળી મંદિર દુધેશ્વર, માત્ર ભવાનીની વાવ અસારવા, ચામુંડા મંદિર અસારવા, પદ્માવતી મંદિર નરોડા, ખોડીયાર મંદિર નિકોલ, હરસિધ્ધિ માતા મંદિર રખિયાલ, બહુચરાજી મંદિર ભુલાભાઈ પાર્ક મેલડી માતાનું મંદિર બહેરામપુરા, હિંગળાજ માતાનું મંદિર નવરંગપુરા, વૈષ્ણોદેવી મંદિર ઉમિયા માતાનું મંદિર જાસપુર, આઇ માતાનું મંદિર સુધડ, અને કૈલાશદેવી માતાનું મંદિર ધર્મનગર આ વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત કરી શકાશે.
સમય મર્યાદાઃઅમદાવાદ શહેરના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત માટે આઠ કલાકનો મર્યાદિત સમય નક્કી કરવામાં આવ્યો છે. એક બસનું ભાડું 2400 રૂપિયા જેમ મુખ્ય ટર્મિનસ લાલ દરવાજા, સારંગપુર, મણિનગર અને વાડજ ખાતેથી એડવાન્સ રકમ ભરીને એક બસની કેપેસિટી મુજબ વધુમાં વધુ 40 પ્રવાસીઓને માંગેલ સ્થળોની ધાર્મિક સ્થળ સુધીની સેવા જે નિયમો અનુસાર પૂરી પાડવામાં આવશે.