ગુજરાત

gujarat

ETV Bharat / city

AMCએ સોશિયલ ડિસ્ટન્સના અભાવે નેશનલ હેન્ડલુમ અને પીઝા રેસ્ટોરન્ટ સીલ કર્યાં - National Handloom

અમદાવાદ કોર્પોરેશને કોવિડ 19ને લઈ બેદરકારી દાખવતા દુકાનદાર તેમજ મોલ સંચાલકો સામે લાલ આંખ કરી છે. AMCની ટીમ અમદાવાદ શહેરમાં લો-ગાર્ડન વિસ્તારમાં આવેલ નેશનલ હેન્ડલુમ તેમજ પિઝા રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યાં છે.

AMC
અમદાવાદ

By

Published : Aug 24, 2020, 11:17 AM IST

Updated : Aug 24, 2020, 2:22 PM IST

અમદાવાદ: ઓગસ્ટ મહિનાના શરૂઆતથી શહેરના મોટાભાગના મોલ તેમજ શોપિંગ કોમ્પ્લેક્ષ ખુલી ગયા છે, ત્યારે AMC દ્વારા તમામ દુકાનદાર તેમજ મોલ સંચાલકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. તેમ છતાં કેટલીક જગ્યા પર નિયમનો ભંગ થતો જોવા મળે છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા તે દુકાનદારો સામે કડક પગલા લેવામાં આવે છે.

નેશનલ હેન્ડલુમ તેમજ પિઝા રેસ્ટોરન્ટ સીલ
દુકાનદાર તેમજ મોલ સંચાલકો સામે લાલ આંખ

આજે AMC દ્વારા લો ગાર્ડન વિસ્તારમાં આવેલ નેશનલ હેન્ડલુમ તેમજ પિઝા રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, અઠવાડિયાના અંતે લોકો બહાર નીકળતા હોય છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલીને લોકો જાણે કોરોના હોય જ નહીં તે પ્રમાણેનું વર્તન કરતાં હોય છે. લોકો માસ્ક પહેરતા પણ જોવા મળતા નથી. જેના પગલે AMC દ્વારા અલગ અલગ જગ્યાએ કાર્યવાહી કરવામાં આવે છે. મણિનગરમાં આવેલ પોમોસ પીઝા અને ડોમિનોઝ પિઝા, ફ્રીઝલેન્ડ જેવી ખાણીપીણીની જગ્યાએ પણ કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કરતા દંડ ફટકારવામાં આવ્યો છે.

કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કરતા દંડ ફટકારવામાં આવ્યો
દુકાનદારો સામે કડક પગલા
Last Updated : Aug 24, 2020, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details