અમદાવાદઃ SVPIA એરપોર્ટના (Ahmedabad Airport Runway) 3.6 કિલોમીટર લાંબા રનવેના રિકાર્પેટિંગની કામગીરી માત્ર 75 દિવસમાં પૂર્ણ (New runway operation completed at Ahmedabad Airport) કરવામાં આવી છે. આ એક રાષ્ટ્રીય વિક્રમ હોવાનો કંપનીએ દાવો કર્યો છે. તો હવે આજથી (15 એપ્રિલ) એરપોર્ટ પર 24 કલાક ફ્લાઈટોનું સંચાલન શરૂ થશે. રનવે બપોરે શરૂ કરી દેવાતા ગોએર દ્વારા અમદાવાદથી વારાણસીની ફ્લાઈટ પણ શરૂ કરી દેવાશે.
SVPIA પર 75 દિવસમાં રનવેની કામગીરીએ રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો હોવાનો દાવો આ પણ વાંચો-Ahmedabad Airport : અમદાવાદ એરપોર્ટ પર અમેરિકા જતા પ્રવાસીઓ અટવાયા, એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ
10થી વધુ નવી ફ્લાઈટ શરૂ થાય તેવી શક્યતા -આ સાથે જ આગામી દિવસોમાં એરપોર્ટ પરથી 10થી વધુ નવી ફ્લાઈટ શરૂ થાય તેવી શક્યતા છે. આપને જણાવી દઈએ કે, અમદાવાદ એરપોર્ટ પર રનવેના રિકાર્પેટિંગની કામગીરી (New runway operation completed at Ahmedabad Airport) 17 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવી હતી. જ્યારે આ કામગીરી દેશમાં અન્ય એરપોર્ટની સરખામણીએ સૌથી ઝડપી (Ahmedabad Airport Runway) પૂર્ણ કરવામાં આવી છે.
SVPIA એરપોર્ટ પર આજથી 24 કલાક ફ્લાઈટનું થશે સંચાલન આ પણ વાંચો-Adani મુંબઈ એરપોર્ટનું Headquarter ખસેડીને અમદાવાદ લઇ આવ્યાં
આ રીતે થઈ કામગીરી -એરપોર્ટના 3.5 કિલોમીટરના રનવેની (Ahmedabad Airport Runway) કામગીરીને પૂર્ણ કરવામાં 200 મશીન અને 600 કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા હતા. જ્યારે એરપોર્ટ પર પહેલી વખત 9 કિલોમીટર લાંબી સ્ટોર્મ વોટર લાઈન નાખવામાં આવી છે.
એરપોર્ટ પર 75 દિવસમાં પૂર્ણ થઈ કામગીરી