ગુજરાત

gujarat

ETV Bharat / city

વાવાઝોડા બાદ અમદાવાદ એરપોર્ટ ફરી શરૂ કરાયું

સાઇકલૉનના કારણે ખરાબ થયેલા વાતાવરણના પગલે અમદાવાદ સહિત રાજ્યના અનેક હવાઇમથકો બંધ કરવાની ફરજ પડી હતી. અમદાવાદ એરપોર્ટનો રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ રનવે મંગળવારે રાત્રિ દરમિયાન ખુલ્લો મૂકાયો છે.

વાવાઝોડા બાદ અમદાવાદ એરપોર્ટ ફરી શરૂ કરાયું
વાવાઝોડા બાદ અમદાવાદ એરપોર્ટ ફરી શરૂ કરાયું

By

Published : May 20, 2021, 1:29 PM IST

  • અમદાવાદ એરપોર્ટનો રનવે ફરી ખુલ્લો મૂકાયો
  • સાઈકલૉનની હવાઈમથક પર અસર
  • 24 કલાક બંધ રહેેલું હવાઈમથક ફરી કરાયું શરૂ


    અમદાવાદઃ ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાના કારણે અગમચેતીના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ પર સોમવારે સાંજે 7:30થી મંગળવારે રાત્રે 10 વાગ્યા સુધી એરપોર્ટ બંધ રાખવામાં આવ્યો હતો. ફક્ત રાહત સામગ્રી અને અને ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી આપવામાં આવી હતી. જોકે મંગળવારે રાત્રે બાદ વાવાઝોડાનું જોર ઘટતાં અમદાવાદ એરપોર્ટ પરનું કાર્ય પૂર્વવત શરુ કરવામાં આવ્યું છે. દેશના અનેક ભાગોમાં વાવાઝોડાની અસર હોવાના કારણે તંત્ર દ્વારા 40થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.
    વાવાઝોડા સામે સલામતીના પગલાંરુપે બંધ કરાયું હતું એરપોર્ટ


    આ પણ વાંચોઃ વડોદરા: નવાયાર્ડમાં મેમુના 3 ડબ્બામાં આગ


    રાહત સામગ્રી અને મેડિકલ સામગ્રી લઈને આવતીજતી ફ્લાઈટ તેમજ emergency લેન્ડિંગ માટે આવતી ફ્લાઇટ્સને જ પરવાનગી આપવામાં આવી હતી. જોકે મંગળવારે બાદ વાવાઝોડાનું જોર ઘટતા અને અમદાવાદ શહેરમાં વાતાવરણ પૂર્વવત થતાં જ એરપોર્ટ ફરી ચાલુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જોકે એરપોર્ટ ઓથોરિટી અને જુદીજુદી એરલાઇન્સ દ્વારા મુસાફરોને જાણ કરી દેવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details